આ રાશિના જાતકો માટે પ્રેમની બાજી આજે પલટી જશે, જાણો આજનું રાશિફળ - Sandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • આ રાશિના જાતકો માટે પ્રેમની બાજી આજે પલટી જશે, જાણો આજનું રાશિફળ

આ રાશિના જાતકો માટે પ્રેમની બાજી આજે પલટી જશે, જાણો આજનું રાશિફળ

 | 7:00 am IST

મેષ મહેનતનું ફળ મેળવવામાં રાહ જોવી પડે. પ્રવાસનું આયોજન અને સામાજિક ક્ષેત્રે આનંદ મળે. વૃષભ આપની પ્રવૃત્તિઓ અને કામગીરીમાં ધ્યાન વધારશો તો ઇષ્ટ ફળ આવી મળશે. વિવાદ ટાળજો. નાણાભીડ રહે. મિથુન: નકારાત્મક વલણ અને શંકાશીલતા છોડવાથી પ્રગતિ જણાય. કૌટુંબિક બાબત હલ થાય.

કર્ક આપના વિરોધીના હાથ હેઠાં પડતા જણાય. નસીબની મદદ ઉપયોગી બને. ખર્ચ વધે નહીં તે જોજો. સિંહ આપના પ્રયત્નો છતાં ધાર્યું ન થાય તેવું બની શકે માટે ફળની આશા વિના કર્મ ચાલુ રાખજો. દૈવી મદદ. લાભની તક. કન્યા મહત્ત્વના પ્રશ્નો હલ કરવાનો માર્ગ મળી આવે. પ્રેમની બાજી પલટાતી લાગે. પ્રવાસ.

તુલા આપની આર્થિક બાબતો ગૂંચવાતી લાગે. ટેન્શન દૂર થતું લાગે. સ્નેહી-સ્વજનથી સહકાર. વૃશ્વિક પ્રતિકૂળતામાંથી માર્ગ મળતો જણાય. કૌટુંબિક પ્રશ્ન હલ કરી શકો. પ્રવાસ સફળ.

ધન: ધીરજની કસોટી થતી જણાય. આવક કરતાં જાવકનું પલ્લું નમતું જણાય. તબિયત ચિંતા. મકર સામાજિક કામ-પ્રસંગ અંગે સાનુકૂળ સંજોગ. ગૃહજીવનમાં સંવાદિતા સર્જી લેજો. ખર્ચ-વ્યય.

કુંભ સામા પવને ચાલતાં હો તેમ લાગે છતાં આગળ જતાં માર્ગ મળે. સફળતાની તક આવે. મીન મૂંઝવણો-નિરાશામાંથી બહાર આવી શકશો. નાણાભીડનો ઉકેલ આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન