Corona: Here What 4 CM Of 4 States Are Thinking About Lock Down
  • Home
  • Corona Live
  • 14 એપ્રિલ બાદ શું? જાણો લોકડાઉન પર શું વિચારી રહ્યા છે આ 4 રાજ્યોનાં મુખ્યમંત્રીઓ

14 એપ્રિલ બાદ શું? જાણો લોકડાઉન પર શું વિચારી રહ્યા છે આ 4 રાજ્યોનાં મુખ્યમંત્રીઓ

 | 10:29 pm IST

કોરોના વાયરસનાં વધતા સંક્રમણને જોતા શું દેશમાં 14 એપ્રિલ બાદ પણ લોકડાઉન ચાલુ રહેશે? આ પ્રશ્ન ઉઠી રહ્યો છે. રાજ્યો દ્વારા લોકડાઉન ચાલું રાખવાની માંગ કરવામાં આવી રહી છે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશનાં મુખ્યમંત્રીએ આ મુદ્દા પર સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે લોકડાઉન 14 એપ્રિલ બાદ પણ ચાલું રહી શકે છે. આ ઉપરાંત અન્ય બીજા રાજ્યોનાં મુખ્યમંત્રીઓએ કેન્દ્ર સરકારને આ વિશે નિર્ણય લેવા અપીલ કરી છે.

લોકડાઉનને એકસાથે હટાવવાની સંભાવના નથી – ગેહલોત

રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહેલોતે આખા રાજ્યમાં લોકડાઉન એકસાથે હટાવાની સંભાવનાની ના કહી દીધી છે. તેમણે કહ્યું છે કે આના પર તબક્કાવાર રીતે પગલા ઉઠાવવામાં આવશે. તેમણે એ પણ કહ્યું છે કે લોકડાઉનનાં સંદર્ભમાં એક કાર્યબળનું ગઠન કરવામાં આવ્યું છે અને તેના રિપોર્ટનાં આધાર પર સમજી-વિચારીને નિર્ણય લેવામાં આવશે.

શિવરાજે કહ્યું – લોકોની જિંદગી વધારે કિંમતી

તો મધ્ય પ્રદેશનાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે, “સ્થિતિને જોતા લોકડાઉન પર નિર્ણય લેવામાં આવશે. કોરોના સંક્રમણને જોતા જો લોકડાઉનની જરૂરિયાત પડે છે તો આને આગળ પણ વધારવું જોઇએ.” શિવરાજ સિંહે કહ્યું કે, “લોકોનો જીવ વધારે કિંમતી છે. અર્થવ્યવસ્થા તો પછી પણ વધારી લેશું, 6-7 મહિના લાગી શકે છે, પરંતુ તેમાં કોઈ શક નથી કે તમામ લોકો મળીને કામ કરશે તો અર્થવ્યવસ્થા પાટા પર આવી જશે. અત્યારે જરૂરી એ છે કે લોકોનો જીવ બચાવવામાં આવે. આ માટે આને ધ્યાને રાખીને નિર્ણય લેવામાં આવવો જોઇએ.”

યુપી સરકાર પણ લોકડાઉન વધવાનાં સંકેત આપી ચુકી છે

તો ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારનાં અધિકારીઓ સાથે વાતચીત દરમિયાન એ વાતનાં સંકેત આપ્યા હતા કે લોકડાઉન 15 એપ્રિલનાં ખત્મ થઈ જશે. આવામાં અધિકારીએ એ વાતની ખાતરી કરે કે ક્યાંય પણ ભીડ ભેગી ના થાય. જો કે સોમવારનાં પ્રદેશ સરકારનાં એડિશનલ ચીફ સેક્રેટરી (ગૃહ) અવનીશ અવસ્થીએ એ વાતનાં સંકેત આપ્યા કે ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસનાં કારણે લાગુ લોકડાઉન 14 એપ્રિલ બાદ પણ ચાલું રહી શકે છે.

તેલંગાનાનાં સીએમને માંગ- લોકડાઉન 14 એપ્રિલ બાદ પણ વધારવામાં આવે

તેલંગાનાનાં મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે પણ સોમવારનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અપીલ કરી કે કોવિડ-19નાં કારણે દેશમાં લાગુ 21 દિવસનાં લોકડાઉનનાં સમયગાળાને 14 એપ્રિલ બાદ વધારવામાં આવે. તેમણે કહ્યું કે લોકોનાં જીવન માટે આ ઘણું જ જરૂરી છે.

આ વિડીયો પણ જુઓ: નિઝામુદ્દીન મરકઝ ગયેલા જમાતીઓથી વધ્યો ગુજરાતમાં કોરોના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન