હેરીટેજ ટ્રેન્સ - Sandesh
NIFTY 10,876.40 +87.85  |  SENSEX 35,488.13 +406.31  |  USD 63.8725 -0.01
1.6M
1M
1.7M
APPS

હેરીટેજ ટ્રેન્સ

 | 4:11 am IST

યુનેસ્કો દ્વારા ભારતની પહાડી રેલવે લાઇનને વર્લ્ડ હેરીટેજ રેલ્વે તરીકે ઓળખવામાં આવે છે. ભારતના પહાડી વિસ્તારમાં બનાવેલાં આ રેલ્વે ટ્રેક ખરેખર ખૂબ જ અદ્ભૂત છે. તેને બનાવવા માટે ઘણાં લોકોએ જીવના જોખમે મહેનત કરી છે. લોકોએ વર્ષો સુધી પહાડમાં ખોદીને વચ્ચે રસ્તો બનાવીને તેની ઉપર રેલ્વેના પાટાઓની રચના કરી છે. ૧૯૯૯માં ભારતની પહાડી રેલ્વે લાઇનને વર્લ્ડ હેરીટેજ રેલ્વેમાં સમાવવામાં આવી હતી. આમાં પણ ખાસ કરીને દાર્જીલીંગ હિમાલયન રેલવે, નિલગીરી માઉન્ટેન રેલવે, અને કાલકા શીમલા રેલવે આ ત્રણેય પહાડી રેલવે લાઇનની અદ્ભૂત રચનાને કારણે તેને વર્લ્ડ હેરીટેજમાં સ્થાન મળ્યુ છે. તો ચાલો આજે ભારતની આવી જ અદ્ભૂત અને સુંદર રેલવે વિશે થોડંુ જાણી લઇએ.

કાલકા શીમલા રેલવે

આ ટ્રેન કાલકા અને શીમલાની વચ્ચે ચાલે છે. આ રેલવે લાઇનની રચના ૧૮૯૮માં કરવામાં આવી હતી. કાલકા અને શીમલા વચ્ચેના પહાડોને ખોદીને અહી સાંકડો રેલવે ટ્રેક બનાવવામાં આવ્યો છે. પહાડો ઉપર બનાવેલા આ રેલવે ટ્રેકને અંગ્રેજોના જમાનામાં બનાવાયો હતો, બ્રિટીશ રાજમાં બ્રિટીશ એન્જીનીયર એચ.એસ.હેરીંગ્ટનની દેખરેખ હેઠળ ભરતીય કારીગરો પાસે આ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો હતો. આ ટ્રેકના બાંધકામ સમયે ૧૦૭ ટનલ અને ૮૬૪ બ્રીજ બાંધવામાં આવ્યા હતાં, ત્યારે કારીગરો આ ટ્રેક તૈયાર કરી શક્યા હતાં.

નિલગીરી માઉન્ટેન રેલવે

આ અત્યંત ઉંચાઇ ઉપર બનેલો નિલગીરી માઉન્ટેન રેલવે ઓટી અને મેટ્ટુપલયમને જોડે છે. મતલબ આ બંને શહેરો વચ્ચેના પહાડો ઉપર રેલવે ટ્રેક બનાવવામાં આવ્યો છે. આ ટ્રેક બનાવવાનો પ્રોજેક્ટ ખરેખર બ્રિટીશ ગવર્મેન્ટ સામે ૧૮૫૪માં મુકવામાં આવ્યો હતો, પરંતુ નિલગીરી માઉન્ટેન રેલવે ટ્રેક બનવાની શરૂઆત ૧૮૯૧માં થઇ હતી, જે ૧૯૦૮માં પુરો થયો હતો. આ સીંગલ ટ્રેક ે ૪૫.૮૮ મીટર લાંબો છે. અહીથી પસાર થતી ટ્રેનને ૧૬ ટનલમાંથી તેમજ ૨૦૮ વળાંક ઉપરથી પસાર થવું પડે છે. યુનેસ્કો દ્વારા આ રેલવે લાઇનને ૨૦૦૫માં વર્લ્ડ હેરીટેજ રેલવે લાઇનમાં સમાવેશ કરવામાં આવી હતી.

દાર્જીલીંગ હિમાલયન રેલવે

૧૯૯૯માં સૌથી પહેલી જે પહાડી રેલવે લાઇનને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેજ સાઇટમાં સમાવવામાં આવી હતી તે દાર્જીલીંગ હિમાલયન રેલવે લાઇન હતી. આ નેરો-ગેજ રેલવે લાઇન છે. તે જલપૈગુરી અને દાર્જીલીંગ વચ્ચે બનાવવામાં આવી છે. આ રેલવે લાઇનને ૧૮૭૯માં બનાવવાની શરૂઆત કરી હતી જે ૧૮૮૧માં પુરી થઇ હતી. આ રેલવે લાઇન ૮૮ કિલોમીટર લાંબી છે.