નવી સ્ટાઇલ સાથે હીરોએ લૉન્ચ કરી બે બાઇક્સ, જોઇ લો ફીચર્સ - Sandesh
  • Home
  • Business
  • નવી સ્ટાઇલ સાથે હીરોએ લૉન્ચ કરી બે બાઇક્સ, જોઇ લો ફીચર્સ

નવી સ્ટાઇલ સાથે હીરોએ લૉન્ચ કરી બે બાઇક્સ, જોઇ લો ફીચર્સ

 | 9:56 am IST

હીરો મોટરકોર્પે પોતાની બે પાવરફુલ બાઇક્સ પેશન પ્રો અને પેશન એક્સ પ્રોનાં બે નવા વર્ઝન લૉન્ચ કરી દીધા છે. કંપનીએ આ બંન્ને બાઇક્સને ખુબ જ સ્ટાઇલિશ બનાવ્યા છે અને નવા ગ્રાફીક્સ પણ લગાવ્યા છે.

આ બાઇક્સમાં હીરોએ પોતાની i3S ટેક્નોલોજીનો ઉપીયોગ કર્યો છે. નવી પેશન પ્રોની દિલ્હીમાં એકસ શોરૂમ કિંમત 53,189 રૂપિયા રાખવામાં આવી છે. ત્યાં દ પેશન એક્સ-પ્રોની દિલ્હીમા એક્સ શોરૂમ કિંમત 54,189 રૂપિયા છે.

નવી પેશન પ્રોમાં 110ccનું એન્જીન લગાવામા આવ્યું છે આ એન્જીન 9.4PSનું પાવર અને 9.0 Nmનું ટૉર્ક આપે છે. એક્સ પ્રોમાં પણ 110cc નું એન્જીન લગાવામા આવ્યુ છે. 9.4PSનો પાવર અને 9.0 Nmનો ટૉર્ક આપે છે. બંન્ને બાઇક્સ 12 ટકા વધારે પાવર અને ટૉર્ક સાથે આવી છે.

પેશન પ્રો એક્સ-પ્રો બંન્ને બાઇક્સની સ્પીડ એક સરખી છે. આ બાઇક્સને 0-100 કિલોમીટરની સ્પીડ પકડવા માટે બાઇકને માત્ર 7.45 સેકન્ડનો સમય લાગે છે.