કોહલી અલગ ક્લાસનો ખેલાડી છે, આ ટીમના પૂર્વ કેપ્ટને કહ્યું આવું - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • કોહલી અલગ ક્લાસનો ખેલાડી છે, આ ટીમના પૂર્વ કેપ્ટને કહ્યું આવું

કોહલી અલગ ક્લાસનો ખેલાડી છે, આ ટીમના પૂર્વ કેપ્ટને કહ્યું આવું

 | 9:38 pm IST

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ 2017ના કેલેન્ડર વર્ષમાં ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં કુલ 2818 રન બનાવ્યા છે. આ રન વિરાટે બધા ફોરમેટમાં બનાવ્યા છે. જાણવા જેવું છે કે, આ આંકડો હવે અહીં અટકી જશે કારણ કે, શ્રીલંકા સામેની વન-ડે અને ટેસ્ટ શ્રેણીમાં રમવાનો નથી. હવે વિરાટ સાઉથ આફ્રિકા સામેની સીરીઝ 5 જાન્યુઆરીથી શરૂ કરશે. આમ કોહલી એક જ કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવનારા ક્રિકેટર્સની યાદીમાં ત્રીજા સ્થાને રહ્યો છે.

શ્રીલંકાનો પૂર્વ કેપ્ટન અને મહાન બેટ્સમેન કુમાર સંગાકારા આ યાદીમાં પ્રથમ ક્રમે છે. સંગાકારાએ 2014માં 2868 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તેના પછી પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન અને બેટ્સમેન રિકી પોન્ટિંગનું નામ સામે આવે છે. પોન્ટિંગે 2005માં 2833 રન જોડ્યા હતા.

કુમાર સંગાકારાને લાગે છે કે, કોહલી આગામી વર્ષોમાં તેનો આ રેકોર્ડ તોડી નાંખશે. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા તેણે જણાવ્યું કે, ‘જે રીતે કોહલી બેટિંગ કરી રહ્યો છે મને નથી લાગતું કે મારો રેકોર્ડ લાંબો સમય સુધી ટકી રહેશે. કદાચ આવતા વર્ષે જ તે આ રેકોર્ડ તોડી નાંખશે અને ફરી બીજા વર્ષે તે પોતાનો જ રેકોર્ડ પણ તોડી નાંખશે. કોહલી અલગ ક્લાસનો ખેલાડી છે.’