hese 5 mistakes on dussehra dhanteras and diwali then your driving license will be canceled
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દશેરા, ધનતેરસ અને દિવાળી પર ન કરશો આ ભૂલો, કેન્સલ થશે DL

દશેરા, ધનતેરસ અને દિવાળી પર ન કરશો આ ભૂલો, કેન્સલ થશે DL

 | 7:56 pm IST
  • Share

  • આવી ગઈ તહેવારોની સીઝન
  • વાહન ચાલકોએ નિયમોનું કરવાનું રહેશે પાલન
  • નિયમ ભંગ માટે કેન્સલ થઈ શકે છે ડ્રાઈવિંગ લાયસન્સ

આ વર્ષે તહેવારની સીઝનમાં ખતરનાક ડ્રાઈવિંગ કરવાનું કે ટ્રાફિકના નિયમો તોડવાનું તમારા ખિસ્સાને મોંઘું પડી શકે છે. ખાસ કરીને ધનતેરસ અને દિવાળીના દિવસે તમે સાવધાની રાખો તે જરૂરી છે. દેશમાં નવા મોટર વ્હીકલ એક્ટ લાગૂ થયા બાદ દંડની રકમ અનેક ગણી વધારી દેવામાં આવી છે અને સાથે જ શક્ય છે કે તમારું ડ્રાઈવિંગ લાયસન્સ અને આરસી બુક જપ્ત કરી લેવામાં આવે.

આ ભૂલ કરશો તો કેન્સલ થઈ જશે તમારું લાયસન્સ

નવા નિયમના અનુસાર જો તમે એક નાની ભૂલ કરો છો તો પણ તમારું લાયસન્સ કેન્સલ થશે. આ માટે વાહન ચલાવતી સમયે કેટલીક વાતોને ધ્યાનમાં રાખી લેવી. ખાસ કરીને દારૂ પીને વાહન ચલાવવાના કેસમાં મોટો દંડ થઈ શકે છે.

ડ્રાઈવિંગ લાયસન્સ એક્સપાયર થઈ જાય તો ન ચલાવો ગાડી

પહેલા ડ્રાઈવિંગ લાયસન્સ એક્સપાયર થઈ જાય તો પણ ગાડી ચલાવી શકાતી પણ હવે નિયમ કડક બન્યા છે. આ રીતે ગાડીના પોલ્યુશન સર્ટિફિકેટ જેવા ડોક્યુમેન્ટને પણ પહેલા અપડેટ કરાવી લો. ચાલકોની સતર્કતાના કારણે રોડ એક્સીડન્ટમાં ઘટાડો લાવી શકાય છે.

આ કારણે પણ કેન્સલ થઈ શકે છે ડ્રાઈવિંગ લાયસન્સ

નવા નિયમના આધારે પોલીસ કે અધિકારી સાથેનો ખરાબ વ્યવહાર, ગાડી ન રોકવી, ટ્રક કે કેબિનમાં યાત્રીઓ બેસાડવાને પણ ખરાબ વ્યવહાર માનવામાં આવશે. આ નિયમભંગ માટે પણ ડ્રાઈવિંગ લાયસન્સ કેન્સલ થઈ શકે છે. આ માટે તમારે મોટો દંડ ભરવો પડી શકે છે. નવા નિયમ અનુસાર બસ કે ટેક્સીમાં વધારે મુસાફર બેસાડવા, મુસાફરો સાથે દુર્વ્યવહાર, સ્ટોપ પર ન ઉતારવા, બસ ચલાવતી સમયે સિગરેટ પીવી, ડ્રિંક એન્ડ ડ્રાઈવ, કારણ વિના ગાડી ધીમી ચલાવવી અને બસમાં સિગરેટ પીવી પણ દંડનીય અપરાધ છે.

નહીં સાથે રાખવા પડે ડોક્યુમેન્ટ્સ

નવા વાહન એક્ટમાં ડોક્યુમેન્ટ્સને સાથે લઈને ચાલવા માટેની મુશ્કેલીથી મુક્તિ મળશે. નવા નિયમોના આધારે પોલીસ અને આરટીઓનો દંડ અને ડ્રાઈવરની વિરોધમાં કરાયેલી કાર્યવાહીની જાણકારી પોર્ટલ પર નોંધવી પણ અનિવાર્ય કરી દેવાઈ છે. જેથી તમે પોર્ટલ પરથી જ ડોક્યુમેન્ટસ બતાવી શકશો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો