NIFTY 10,044.10 -74.15  |  SENSEX 32,597.18 +-205.26  |  USD 64.4875 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Uncategorized
  • Video : લક્ઝુરિયસના વાહનોના શોખીન છે આ નેતાઓ,જાણો કરોડોની કિંમતની કેટલી ગાડીઓ છે

Video : લક્ઝુરિયસના વાહનોના શોખીન છે આ નેતાઓ,જાણો કરોડોની કિંમતની કેટલી ગાડીઓ છે

 | 4:01 pm IST

ચૂંટણી જીતવા તમામ પક્ષો મેદાને છે અને ટિકિટ મેળવનાર ઉમેદવારો પોતાના દમખમ લગાવી રહ્યા છે. ત્યારે એવા ટોપ 10 ઉમેદવારો જેમણે વાહનોનો અનેરો શોખ છે. રાજકોટ પશ્ચિમ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ પાસે 15 વાહનો છે, જેની કિંમત 28 કરોડની આસપાસ છે. જામનગર નોર્થના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જાડેજા પાસે 60 વાહનો છે, જેની કિંમત 8.75 કરોડ રૂપિયા છે. દ્વારકા બેઠકના ભાજપના ઉમેદવાર પબુભા માણેક પાસે 8 વાહનો છે, જેની કિંમત 2.29 કરોડ થાય છે. માણાવદર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જ્વાહર ચાવડા પાસે 15 વાહનો છે, જેની કિંમત 1.23 કરોડ રૂપિયા થાય છે. માંડવી બેઠકના ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજા પાસે 8 વાહનો છે, જેની કિંમત 92 લાખ રૂપિયા થયા છે. કામરેજ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અશોક જીરાવાલા પાસે 7 વાહનો છે, જેની કિંમત 47 લાખ રૂપિયા છે. વઢવાણ બેઠકના ભાજપના ઉમેદવાર ધનજી પટેલ પાસે 5 વાહનો છે, જેની કિંમત 39 લાખ રૂપિયા છે. ધારી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જયેશ કાકડીયા પાસે 7 વાહનો છે, જેની કિંમત 37 લાખ રૂપિયાની આસપાસ છે. ધોરાજી બેઠકના ભાજપના ઉમેદવાર હરિભાઇ પટેલ પાસે 6 વાહનો છે, જેની કિંમત 20 લાખ રૂપિયા છે. અબડાસા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પદ્યુમન જાડેજા પાસે 6 વાહનો છે, જેની કિંમત 13 લાખ રૂપિયા થાય છે.