હિતેન તેજવાણીના ફેન્સ થયા ખુબ નિરાશ - Sandesh
NIFTY 10,894.70 +77.70  |  SENSEX 35,511.58 +251.29  |  USD 63.8450 -0.01
1.6M
1M
1.7M
APPS

હિતેન તેજવાણીના ફેન્સ થયા ખુબ નિરાશ

 | 1:10 am IST

બિગ બોસના હાઉસમાં ક્યુંકી સાસભી કભી બહુ થી અને કુટુંબ સીરિયલ ફેમ હિતેન તેજવાણી વચ્ચે બ્રેક લીધા બાદ ખાસ્સા સમય પછી બિગ બોસના ઘરમાં જોવા મળ્યો હતો, બિગ બોસના ઘરમાં પણ હિતેન તેજવાણી બને ત્યાં સુધી શાંતિથી ગેમ રમતો હતો, જોકે બીજા ઘરના લોકો તેના વિરુદ્ધ પોતાનું સ્ટેન્ડ ન લેતો હોવાનો તેમજ પોતાનો ઓપિનિયન ન જણાવતો હોવાનો આરોપ લગાવ્યો હતો. વેલ આ બધા પછી પણ હિતેનના ફેન્સ તેને બિગ બોસમાં જોવાનું પસંદ કરતાં જ હતા, પરંતુ હાલમાં જ હિતેન તેજવાણીના ફેન્સ માટે ખરાબ સમાચાર જાણવા મળ્યા હતા.

ગત રવિવારે બિગ બોસના ઘરનાએ જ હિતેન તેજવાણીને ઘરમાંથી બેઘર કરી દીધો હતો. હિતેન તેજવાણી વિરુદ્ધ શિલ્પા, હીના ખાન, આકાશ દદલાની, અને લવે વોટ કર્યો હતો. જોકે હિતેનના મિત્ર વિકાસ અને પુનિશે તેની ફેવર કરી હતી, જ્યારે અર્શીએ પણ હિતેનને બચાવવાની વાત જણાવી હતી, પરંતુ હિતેનને મેજોરિટી વોટ એલિમિનેશન માટે મળ્યા હોવાથી તેને ઘરની બહાર નીકળવું પડયું હતું.