Hey Ram! Rajkot In a 17-year-old minor raped an 8-year-old child
  • Home
  • Featured
  • હે રામ! રાજકોટમાં 8 વર્ષની બાળા પર 17 વર્ષના સગીરે આચર્યુ દુષ્કર્મ, બાવડું પકડીને વોંકળામાં લઈ ગયો અને પછી…

હે રામ! રાજકોટમાં 8 વર્ષની બાળા પર 17 વર્ષના સગીરે આચર્યુ દુષ્કર્મ, બાવડું પકડીને વોંકળામાં લઈ ગયો અને પછી…

 | 8:30 am IST

ઘર નજીક રમતી હતી, બાવડું પકડીને વોંકળામાં લઈ ગયો… જો કાંઈ બોલીશ તો ભાઈને મારી નાખીશ કહીં કુકર્મ કર્યુ

રાજકોટઃ રાજકોટમાં બે દિવસ પહેલા સાળા ત્રણ વર્ષીય બાળકીને હવસખોર ઢગાએ ઉઠાવી જઈ કુચેષ્ટા કર્યાની ઘટના બાદ બનેલી બીજી ઘટનામાં તો આઠ વર્ષની બાળકીને ૧૭ વર્ષના સગીરે બાવડું પકડી ધમકાવી વોંકળામાં લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હતું. બાળકીના પિતાની ફરિયાદના આધારે સગીર આરોપીને કુવાડવા પોલીસે ઝડપી પાડયો છે.

પોલીસના સુત્રોની વિગતો મુજબ બાળકીની માતા હૈયાત નથી. બાળકી તેની બે મોટી બહેનો અને એક ભાઈ મળી પિતા સાથે રહે છે. બાળા ઘર પાસે રમી રહી હતી ત્યારે સગીર શખસ ધસી આવ્યો હતો. બાળકીનું બાવડું પકડીને નજીક વોંકળામાં ઝાળીમાં લઈ ગયો હતો. બાળકી સાથે બદસલુકી કરતા બાળકી ચીસો પાડવા લાગી હતી.

બાળકીને જો રાડો પાડીશ તો તારા ભાઈને મારી નાખીશ કરી ધમકાવી હતી અને બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. કુકર્મ કરીને આરોપી નાસી ગયો હતો. બાળકી રડતા રડતા ઘરે આવતા તેની મોટીબહેને શા માટે રડે છે પુછતાં બાળકીએ પોતાના પર થયેલા ઝુલ્મની વાત કરી હતી.

બાળકીના પિતા ઘરે આવતા સમગ્ર ઘટના અંગે પિતાને વાકેફ કરાયા હતા. ચોંકી ઉઠેલા બાળકીના પિતાએ અન્યોને જાણ કરી હતી અને ૧૭ વર્ષીય સગીર વિરૂધ્ધ અપહરણ, દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને સગીર વયના આરોપીની અટકાયત કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન