Hi-Tech Thief Used Google Maps To Target District Area In Surat
  • Home
  • Featured
  • ચોરોએ પણ અપનાવી ડિજીટલ Trick: ગૂગલ મેપથી ચોરી કરી થઇ જતા મિસ્ટર ઇન્ડિયા

ચોરોએ પણ અપનાવી ડિજીટલ Trick: ગૂગલ મેપથી ચોરી કરી થઇ જતા મિસ્ટર ઇન્ડિયા

 | 11:30 am IST

ગુજરાતના એવા સાતીર ઘરફોડ ચોરો કે જે ચોરીને અંજામ આપતા પહેલા ગુગલ મેપ પર જગ્યાની રેકી કરતા અને ચોરીને અંજામ આપ્યા બાદ ક્યાં રસ્તેથી સરળતાથી ભાગી જવાય. પણ કહેવાય ને સમય ખરાબ ચાલતો હોય ત્યારે ચાલાકી કામ લાગતી નથી અને બધા પાસા ઉંધા પડે છે. આવું જ કંઈ આ સાતીર ચોરો સાથે બન્યું.

સુરત જીલ્લામાં ચોરીને અંજામ આપવા બાઈક પર નીકળા હતા પણ સુરત ગ્રામ્ય એલ.સી.બીના હથ્થે ચઢી ગયા અને બસ પછી તો પોપટની જેમ ચોરીના 17 ગુનાની કબુલાત કરી લીધી.

આખા ગુજરાતમાં આ ચોર ટોળકી બાઈક અને કારમાં ચોરીને અંજામ આપવા નીકળી પડે છે અને ચોરી કર્યા બાદ ક્યાં રસ્તે જવું એ પણ કોઈના ભરોસે નહી પણ મોબાઈલમાં ગુગલ મેપના આધારે રસ્તો શોધી ફરાર થઇ જાય છે.આ ટોળકીએ ગુજરાતના સુરત ગ્રામ્ય,વડોદરા,ભાવનગર,સેલવાસ,અમદાવાદ જેવા જીલ્લામાં ચોરીને અંજામ આપી ચુક્યા છે.સુરતના બારડોલીમાં ઓપો મોબાઈલ શોપની દુકાનમાંથી અઢી લાખના મોબાઈલની ચોરી કરી હતી અને પોતે પકડાઈ નહી એ માટે સી.સી.ટીવીનું ડી.વી.આર પણ લઇ ગયા હતા

આ ચોર ટોળકી રાજ્યમાં બેંકોના એ.ટી.એમ ચોરી, ઘરફોડ ચોરીના અનેક ગુના આચરી ચુક્યા છે અને સુરત જીલ્લામાં કડોદરા વિસ્તારમાં વધુ એક ચોરીને અંજામ આપવા ફરી રહ્યા હતા. પરંતુ સુરત ગ્રામ્ય એલ.સી.બી પોલીસને બાતમી મળતા પોલીસે કડોદરા વિસ્તારમાંથી બાઈક સાથે બેને ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી મોબાઈલ, વિવિધ એસેસરી મળી કુલ 1 લાખ 8 હજારનો મુદામાલ કબજે કરી તપાસ હાથ ધરતા પોલીસ પણ ચોકી ગઈ હતી. કેમકે તેમણે એક નહિ પણ રાજ્યમાં અલગ અલગ જીલ્લામાં 17 જેટલી ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. આ ટોળકીની મોડસ ઓપરન્ડી એ હતી કે દુકાનના શતલ તોડવામાં માસ્ટરી છે અને ચોરી કરતા પહેલા ગુગલ એપનો ઉપયોગ કરતા અને ચોરી વાળી જગ્યાએ જો સી.સી.ટીવી લાગ્યા હોય તો તેનું ડી.વી.આર પણ ચોરી નદીમાં નાખી દેતા હતા.

સુરત ગ્રામ્ય પોલીસે પકડાયેલા બે આરોપીઓ એ 17 ચોરીની કબુલાત કરી છે સુરત, ભાવનગર, અમદાવાદ, સાયણ, બારડોલી, વડોદરા, સેલવાસ જેવા વિસ્તારમાં ચોરી કરી છે. ભૂતકાળમાં એ.ટી.એમ ચોરી પણ કરી ચુક્યા છે. 17 ઘરફોડી માં 16.19 લાખના મુદામાલની ચોરી કરી છે. આ ગેંગમાં 5 સભ્યો છે જેમાંથી બેને પકડી પાડ્યા છે અને 3 ને વોન્ટેડ જાહેર કરી તેમણે પકડવાની કામગીરી ચાલી રહી છે

આ ગેંગ દ્વારા બારડોલીમાં ચોરી કરી તે વખતના સી.સી.ટીવી પોલીસને હાથ લાગ્યા હતા અને પોલીસ એ દિશા તપાસ કરી રહી હતી ત્યારે આ ગેંગના બે સભ્યો સુરતના કડોદરા વિસ્તારમાંથી ઝડપાઈ જતા અનેક ચોરી પરથી પરદો ઉઠી ગયો હતો. હાલ તો અન્ય ત્રણ ફરાર આરોપી ઝડપાઈ પછી અનેક ચોરી પરથી પડદો ઉઠશે એવું પોલીસ માની રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન