'હિચકી'નાં સ્ક્રીનિંગમાં દીકરી ખુશી સાથે જોવા મળ્યા બોની કપૂર, રેખા જોવા મળી મોર્ડન લૂકમાં - Sandesh
NIFTY 10,548.70 +20.35  |  SENSEX 34,395.06 +89.63  |  USD 65.6700 +0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • ‘હિચકી’નાં સ્ક્રીનિંગમાં દીકરી ખુશી સાથે જોવા મળ્યા બોની કપૂર, રેખા જોવા મળી મોર્ડન લૂકમાં

‘હિચકી’નાં સ્ક્રીનિંગમાં દીકરી ખુશી સાથે જોવા મળ્યા બોની કપૂર, રેખા જોવા મળી મોર્ડન લૂકમાં

 | 12:32 pm IST

શુક્રવારની સવારે બોલિવુડની સૌથી ફિટ અને સુંદર અભિનેત્રી ગણવામાં આવતી સુષ્મિતા સેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો હતો. 6 કલાકમાં જ આ તસવીરને 52 હજારથી વધુ લોકોએ પસંદ કરી હતી. જે તસવીર વાયરલ થઇ રહી છે તેમાં કરણ જોહર પણ નજર આવી રહ્યા છે.

ફોટોનાં વાયરલ થવા પાછળનું કારણ બોલિવુડની સીનિયર એક્ટ્રેસ રેખા છે. રેખા લાંબા સમય બાદ બોલિવુડનાં કોઇ સાર્વજનિક કાર્યક્રમમાં મોર્ડન લૂકમાં નજર આવી હતી. રેખા સામાન્ય રીતે સાડી જેવા પારંપારિક પોષાકમાં જોવા મળતી હોય છે. રેખાનાં આ નવા લૂકની ખુબ જ પ્રશંસા થઇ રહી છે. સુષ્મિતાની આ પોસ્ટ પર લોકોએ રેખાનાં લૂકનાં ભરપુર વખાણ કર્યા હતા. તો સુષ્મિતા સેને હિચકીનો ખોટો પોઝ આપતા લોકોએ તેને ટ્રોલ પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ‘હિચકી’ ફિલ્મ દ્વારા 4 વર્ષ પછી રાની મુખર્જી ફિલ્મોમાં કમબેક કરી રહી છે. આ ફિલ્મ આવતા સપ્તાહે રિલીઝ થશે. ગુરૂવારનાં રોજ મુંબઇનાં યશરાજ સ્ટૂડિયોમાં ફિલ્મનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું જેમાં બોલિવુડની ઘણી હસ્તિઓ પહોંચી હતી. ફિલ્મનાં સ્ક્રીનિંગમાં બોની કપૂર અને ખુશી કપૂર પણ જોવા મળ્યા હતા. આ સિવાય જીતેન્દ્ર, તુષાર કપૂર, માધુરી દીક્ષિત, આશુતોષ ગોવારિકર, શમિતા શેટ્ટી વગેરે પણ જોવા મળ્યા હતા.