state High alert The biggest terror attack at Gujarat
  • Home
  • Ahmedabad
  • IBની ચેતવણી: ગુજરાતમાં આતંકી હુમલાની દહેશત, ભૂજમાંથી કબૂતર મળતા હાઇએલર્ટ

IBની ચેતવણી: ગુજરાતમાં આતંકી હુમલાની દહેશત, ભૂજમાંથી કબૂતર મળતા હાઇએલર્ટ

 | 11:37 am IST

જૈશ એ મહમંદના આતંકી રેહાન અને મોહમ્મદ ઈબ્રાહીમ રાજ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, પબ્લીક પ્લેસ, રેલ્વે સ્ટેશન અને મંદીરો પર મલ્ટીપલ બોમ્બ બ્લાસ્ટ કરે તેવી ભિતી વ્યક્ત કરવામાં આવી છે. પૂલવામા આતંકી હુમલા બાદ મળેલા ઈનપૂટ મુજબ એક સ્યુસાઈડ બોમ્બર વૃદ્ધ મહિલા સાથે રાજ્યમાં ફરી રહ્યો છે.

આ આતંકીઓ મસુદ અઝહર સંગઠનના માણસો હોવાનું જણાવવામાં આવ્યું છે. જેના પગલે સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા કડી બનાવવાના આદેશ કરવામાં આવ્યા છે. પુલવામા આતંકી હુમલા બાદ રાજયના ઈન્ટેલીજન્સ બ્યૂરોને મળેલા ચોંકાવનારા ઈનપૂટ બાદ સુરક્ષા એજન્સી સહીતની એજન્સીઓ સર્તક થઈ ગઈ છે.

રાજ્યના જાહેર સ્થળો,રેલ્વે સ્ટેશનો, મંદીરો અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને ધ્વંશ કરવાની આતંકીઓની યોજના છે. આ આતંકીઓમાં ગ્રેટર હૈદરાબાદનો મોહમ્મદ ઈબ્રાહીમ જે પુલવામાં એટેકમાં પણ સામેલ છે. આ ઉપરાંત વૃદ્ધ મહિલા સાથે ફરતો સ્યુસાઈડ બોમ્બર રેહાન પણ સામેલ છે. રેહાનનું નિશાન રેલ્વે સ્ટેશન છે. આ તમામ લોકો મૌલાના મસુદ અઝહરના આતંકી સંગઠન સાથે સંકળાયેલા છે.

ભુજમાંથી પગમાં અંગ્રેજી આંકડા, પાંખમાં ચાઈનીઝ લખાણવાળું કબૂતર મળ્યું

ભુજ તાલુકાના શેખપીર ત્રણ રસ્તા નજીકથી સ્થાનિક વ્યક્તિને શંકાસ્પદ હાલતમાં કબૂતર જોવા મળ્યું હતું. બંન્ને પગમાં અંગ્રેજીમાં આંકડા લખેલા તથા પાંખમાં ચાઇનીઝ ભાષામાં લખાણ લખેલું હોવાનું પોલીસે જણાવ્યું હતું. સમગ્ર બનાવ અંગે પ્રથમ પદ્ધર પોલીસ અને બાદમાં એસઓજીએ તપાસ આદરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન