High Court Orders Guj Gov to present Action Taken Report on Crop Insurance
  • Home
  • Ahmedabad
  • પાક વીમાનું વળતર ન મળતાં હાઈકોર્ટે સરકારને લીધો ઉધડો, સરકારે કરી આ ચોંકાવનારી કબૂલાત

પાક વીમાનું વળતર ન મળતાં હાઈકોર્ટે સરકારને લીધો ઉધડો, સરકારે કરી આ ચોંકાવનારી કબૂલાત

 | 7:53 pm IST

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ પાક વીમાંનું વળતર ન મળતાં ખેડૂતોએ ગુજરાત હાઇકોર્ટમાં કરેલી અરજી મામલે આજે હાઇકોર્ટે સરકારનો ઉધડો લેતાં એક્શન ટેક્ન રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ કર્યો છે. આ મામલે સરકારે હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું કે, સરકાર સબસિડી અને ખેડૂતોનું પ્રીમિયમ આપે છે. પરંતુ વીમા કંપનીઓ ખેડૂતોને વળતરની રકમ ચૂકવતી નથી. જો કે આ મામલે હાઇકોર્ટે સરકારને વેધક સવાલ કર્યો કે જો તમેને ખબર છે કે આવી પરિસ્થિતિ ઊભી થઇ છે તો તમે વીમા કંપની સામે હજુ સુધી કેમ કોઈ પગલાં નથી લીધા તેનો જવાબ આપો.

હાઈકોર્ટે સરકારને આ મામલે કડક પગલાં લેવા કહ્યું કે, વીમા કંપનીને બ્લેક લિસ્ટ કરવી હોય તો કરો. તેમજ પ્રીમિયમ રિકવર કરવું હોય તો તે કરો. પરંતુ ખેડૂતોને તેમે પાક વીમાનું વળતર ચૂકવો. આજે હાઇકોર્ટે સરકારની કામગીરીથી નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ હાઇકોર્ટે સરકારને અત્યાર સુધી કેટલાં ખેડૂતોને વળતર ચૂકવામાં આવ્યું છે અને કેટલા ખેડૂતોને પાક વીમા વળતર ચૂકવવાનું બાકી છે, અને તેની કેટલી રકમ છે તે તમામ માહિતી સાથેનો એક્શન ટેકન રિપોર્ટ 18 સપ્ટેમ્બર સુધી રજુ કરવા માટે આદેશ કર્યો છે.

વર્ષ 2016થી પાક વીમા યોજના હેઠળ વળતર નહીં મળતાં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના બોડીયા ગામના ખેડૂતોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે ખેડૂતો પાસેથી પ્રીમિયમના પૈસા લીધા બાદ પણ ઇન્શ્યોરન્સ કંપનીઓ પાક વીમાનું વળતર ચૂકવવામાં વર્ષ 2016થી ઠાગાઠૈયા કરી રહી છે.

જુઓ આ વીડિયો પણ…

સુરતમાં વિદ્યાર્થીઓએ સંદેશો લખીને કારગિલના સૈનિકોને મોકલી રાખડી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન