High Court Stay On Yogi Gov. Decision To Include 17 OBC Casts In SC
  • Home
  • Featured
  • યોગી સરકારને હાઈકોર્ટે આપ્યો ઝાટકો, 17 OBC જાતિઓને SCમાં સામેલ કરવા પર લગાવી રોક

યોગી સરકારને હાઈકોર્ટે આપ્યો ઝાટકો, 17 OBC જાતિઓને SCમાં સામેલ કરવા પર લગાવી રોક

 | 6:35 pm IST

ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ઓબીસીની 17 જાતિઓને અનુસૂચિત જાતિમાં સામેલ કરવાનાં નિર્ણય પર ઇલાહાબાદ હાઇકોર્ટે રોક લગાવી છે. 14 જૂનનાં પ્રદેશ સરકાર દ્વારા આદેશ પર રોક લગાવતા કૉર્ટે સરકારને નોટિસ મોકલી છે. 24 જૂનનાં પ્રદેશ સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશ પર રોક લગાવતા કૉર્ટે સરકારને નોટિસ મોકલી છે. આ આદેશ સાથે જ કૉર્ટે રાજ્યનાં સમાજ કલ્યાણ વિભાગનાં પ્રમુખ સચિવ મનોજ કુમાર સિંહને વ્યક્તિગત સોગંદનામું દાખલ કરવાનાં પણ આદેશ આપ્યા છે.

યોગી સરકારનો નિર્ણય સંપૂર્ણ રીતે ખોટો – હાઈકોર્ટ

આ મામલે કૉર્ટમાં સામાજિક કાર્યકર્તા ગોરખ પ્રસાદ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટનાં જસ્ટિસ સુધીર અગ્રવાલ અને જસ્ટિસ રાજીવ મિશ્રાની ડિવિઝન બેંચે કહ્યું કે યોગી સરકારનો નિર્ણય સંપૂર્ણ રીતે ખોટો છે. રાજ્ય સરકાર આવા મામલે નિર્ણય ના લઇ શકે, કેમકે એસસી-એસટીની જાતિઓમાં બદલાવનો અધિકાર ફક્ત દેશની સંસદને જ છે. કોર્ટે કહ્યું કે રાજ્યની સરકાર કોઇ પણ રીતે આ પ્રકારનાં આદેશ જાહેર ના કરી શકે અને 24 જૂનનાં જે આદેશ જાહેર કરવામાં આવ્યો તે સંપૂર્ણ રીતે ખોટો છે.

સરકારે પણ પહેલાથી જ આપી હતી સૂચના

ઉલ્લેખનીય છે કે 24 જૂન 2019નાં એક આદેશ જાહેર કરતા ઉત્તર પ્રદેશની યોગી સરકારે નિષાદ, મલ્લાહ અને રાજભર સહિત 17 જાતિઓને અનુસૂચિત જાતિનો દરજ્જો આપવા નિર્ણય કર્યો હતો. સરકારનાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું હતુ કે નિર્ણય કોર્ટનાં અંતિમ આદેશ અંતર્ગત હશે. આદેશ જાહેર કરતા જ સરકારે સૂચના આપી હતી કે જો કોર્ટનો અંતિમ નિર્ણય આ જાતિઓને અનુસૂચિત જાતિમાં સામેલ ના કરવાનો આવે છે તો આ જાતિઓને અનુસૂચિત જાતિમાંથી બહાર કરવામાં આવશે.

આ વિડીયો પણ જુઓ: સુરતમાં સરકારના નિયમને લગતો વીડિયો વાયરલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન