હાઇવેસ્ટ જમ્પ સૂટ આપશે કુલ એન્ડ ટ્રેન્ડી લુક - Sandesh
 • Home
 • Supplements
 • Nari
 • હાઇવેસ્ટ જમ્પ સૂટ આપશે કુલ એન્ડ ટ્રેન્ડી લુક

હાઇવેસ્ટ જમ્પ સૂટ આપશે કુલ એન્ડ ટ્રેન્ડી લુક

 | 1:53 am IST

ટ્રેન્ડ :- મોના સુતરિયા

નાની છોકરી એટલે કે સ્કૂલ ગોઇંગ ગર્લ હોય કે કોલેજ ગર્લ હોય ડંગરી સૂટ દરેકને ગમતો હોય છે. અરે ગમતો હોય કે ન ગમતો હોય પણ મોટાભાગની છોકરીઓએ પોતાના બાળપણમાં આ ડંગરી ડ્રેસ તો પહેર્યો જ હશે…ડંગરી ડ્રેસ તો ઘણી જૂની ફેશન થઇ ગઇ છે, એમ કહેવું પણ કંઇ ખોટં નથી. જેમ જેમ સમય પસાર થાય એટલે કંઇક નવીનતા આવે છે. આમ તો આપણે જોઇએ તો ફેશનમાં પણ એવું કંઇક જ છે. જૂની ફેશન અને ટ્રેન્ડ ફરી ફરીને ટ્રેન્ડમાં આવતો જોવા મળે છે. જેમ કે ડંગરી ડ્રેસની વાત કરીએ તો, ડંગરીને જો બાળકો પહેરે તો વર્ષો પહેલા તેને બાબાસૂટ કહેવાતો હતો. ડંગરી ડ્રેસમાં મોટાભાગે જિન્સના કાપડનો ઉપયોગ કરવામાં આવતો, તેમાં પેન્ટની સાથે ઉપર બેલ્ટ આવતો જે ચેસ્ટ સુધી આવે. તેમાં થોડો બદલાવ આવ્યો અને તે બદલાવની સાથે નવો ડ્રેસ આવ્યો તે હતુ જમ્પ સૂટ.

જમ્પ સૂટમાં એક સિંગલ કાપડનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં ડંગરીની જેમ બેલ્ટ નથી હોતો, પરંતુ એક જ પ્રિન્ટેડ કે પ્લેન કાપડમાંથી એક ડ્રેસ તૈયાર કરવામાં આવે છે. હવે અત્યારે ટ્રેન્ડ અને ફેશનની વાત કરીએ તો અત્યારે છેલ્લા કેટલાક સમયથી પ્લાઝો સ્ટાઇલ માર્કેટમાં વધારે જોવા મળે છે. પ્લાઝો સ્ટાઇલની સાથે જમ્પ સૂટ પણ ટ્રેન્ડમાં છે. હવે જમ્પ સૂટ, પ્લાઝો સ્ટાઇલની સાથે ડંગરીનું મિક્સચર જોવા મળે છે, જેને હાઇવેસ્ટ જમ્પ સૂટ કહેવામાં આવે છે.

હાઇવેસ્ટ જમ્પ સૂટ પહેરવામાં કમ્ફર્ટેબલ લુક આપે છે, આ ડ્રેસમાં નીચે પેન્ટની સ્ટાઇલ નહીં, પણ પ્લાઝો હોય છે. જેમાં કમરના ભાગથી લાંબી દોરી હોય છે, જે બાંધીને પણ પહેરી શકો છો, તથા ઇનબિલ્ટ બેલ્ટની જેમ પણ આવે છે. હાઇવેસ્ટ જમ્પ સૂટ પર ટીશર્ટ પહેરવામાં આવે છે, કારણ કે હાઇવેસ્ટ જમ્પ સૂટમાં ઉપર ફક્ત દોરી હોય છે, તેથી તમારે ઉપર ટોપ ટીશર્ટ જમ્પ સૂટને કોન્ટ્રાસ્ટ કલરમાં પહેરવું પડશે.

હાઇવેસ્ટ જમ્પ સૂટ પર શું પહેરી શકાય ?

 • હાઇવેસ્ટ જમ્પ સૂટ પર તમે ટીશર્ટ કે શર્ટ પહેરી શકો છો.
 • આ પ્રકારના જમ્પ સૂટમાં જો પ્રિન્ટેડ પેન્ટ હોય તો ટીશર્ટ કે શર્ટ પ્લેન પસંદ કરો અને જો પ્લેન પેન્ટ હોય તો પ્રિન્ટેડ ટીશર્ટ પસંદ કરો.

ડિફરન્ટ સ્ટાઇલ ઇન હાઇવેસ્ટ જમ્પ સૂટ

 • જમ્પ સૂટમાં સિંગલ કલર અને જો પ્રિન્ટેડ એમ બંને પ્રકારની જેમ હાઇવેસ્ટમાં પણ બંને સ્ટાઇલ સારી લાગે છે.
 • હાઇવેસ્ટ જમ્પ સૂટમાં દોરી બાંધવાની સ્ટાઇલની સાથે બેલ્ટ સ્ટાઇલ પણ સ્ટાઇલિશ લુક આપે છે.
 • હાઇવેસ્ટ જમ્પ સૂટમાં નીચે પેન્ટમાં પ્લાઝો સ્ટાઇલ પેન્ટ ડિફરન્ટ અને કમ્ફર્ટેબલ લુક આપશે.
 • તેમાં તમે પેન્સિલ પેન્ટ સ્ટાઇલ પણ પહેરી શકો છો, તથા પેન્સિલ સ્કર્ટ પણ સારો લુક આપશે. ખાસ કરીને આ સ્ટાઇલ ઓફિસવેરમાં વધારે યુનિક લુક આપશે.
 • આ ઉપરાંત હાઇવેસ્ટ સ્કર્ટ પણ સુંદર દેખાવ આપે છે, તેમાં પ્રિન્ટેડ અને પ્લેન બંને પ્રકારની સ્ટાઇલ પહેરી શકાય.
 • પેન્ટમાં ફુલ લેન્થ, હાફ લેન્થ એટલે કે કેપરી સ્ટાઇલ, તથા ટીશર્ટ- શર્ટની સ્લીવમાં ફુલ એન્ડ હાફ સ્લીવ પસંદ કરી શકો છો.

હાઇવેસ્ટ જમ્પ સૂટમાં કેવા રંગ પસંદ કરવા?

 • ડાર્ક રંગનો સૂટ હોય તો લાઇટ રંગની ટીશર્ટ કે શર્ટ પસંદ કરો. તથા જો ડાર્ક રંગમાં ટીશર્ટ કે શર્ટ હોય તો લાઇટ રંગનો સૂટ પસંદ કરો.
 • પ્રિન્ટેડ સૂટ હોય તો તેની પરની ટીશર્ટ કે શર્ટ લાઇટ કે સૂટ કરતા કોન્ટ્રાસ્ટ રંગ હોય તેવું પસંદ કરો.
 • હાઇવેસ્ટ જમ્પ સૂટ અને ટીશર્ટ-શર્ટમાં તમે બ્લેક એન્ડ વ્હાઇટ, બ્રાઉન એન્ડ વ્હાઇટ, ગ્રે એન્ડ વ્હાઇટ, યલો એન્ડ મરુન, બ્લેક એન્ડ ગ્રે, બ્લ્યુ એન્ડ વ્હાઇટ વગેરે જેવાં કોમ્બિનેશન પસંદ કરી શકો છો.

હાઇવેસ્ટ જમ્પ સૂટ ક્યાં પહેરી શકાય?

 • હાઇવેસ્ટ જમ્પ સૂટ કોલેજમાં, પિકનિકમાં, પાર્ટીમાં, ઓફિસમાં વગેરે જગ્યાએ તમે પહેરી શકો છો. કારણ કે હાઇવેસ્ટ જમ્પ સૂટ કમ્ફર્ટેબલ છે, તથા સ્ટાઇલિશ લુક આપે છે. તેના કારણે તમને પહેરવામાં તો મજા આવશે ઉપરાંત તમને થાકનો અનુભવ નહીં લાગે રીલેક્સ થઇ અને કોઇપણ કામ કરી શકશો. પહેરવાની પણ મજા આવશે.

[email protected]