High profile rave party In Nadiad, Police arrest 15 people
  • Home
  • Featured
  • હાઇ પ્રોફાઇલ રેવ પાર્ટી પર દરોડો, કઢંગી હાલતમાં ઝડપાઇ અમદાવાદની યુવતીઓ

હાઇ પ્રોફાઇલ રેવ પાર્ટી પર દરોડો, કઢંગી હાલતમાં ઝડપાઇ અમદાવાદની યુવતીઓ

 | 7:32 pm IST

સાક્ષરનગરી નડિયાદના રીંગ રોડ પાસેના એક ફાર્મ હાઉસમાં મહીલાઓ અને પુરુષો દારૂની મહેફીલ માણી રહયા હોવાની બાતમી પોલીસને મળી હતી.જેમાં પોલીસ ની રેડ પડતાની સાથે જ મહેફિલમાં રંગમાં ભંગ પડયો હતો. ફાર્મ હાઉસમાં પહોચેલ પોલીસે 15ને ઝડપીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળેલ માહીતી મુજબ નડિયાદ શહેરના રીંગ રોડ પાસે કલ્પેશ ઉર્ફે પિન્ટુ રમણ પટેલનુ ફાર્મ હાઉસ આવેલ છે. જે ફાર્મ હાઉસમાં બહારથી મહીલાઓ બોલાવીને મિત્રો સાથે દારૂની મહેફીલ માણતા હોવાની બાતમી નડિયાદ પોલીસની સર્વેલ ન્સ ટીમને મળી હતી.જેને પગલે પોલીસે બાતમીવાળા ફાર્મ હાઉસમાં દોરડો પાડતા મહેફીલ માણી રહેલ કલ્પેશ ઉર્ફે પિન્ટુ રમણ પટેલ રહે.સીવીલ રોડ નડિયાદ (ફાર્મ હાઉસ માલીક), ચિંતન મહેન્દ્વ પટેલ રહે. જલસાગર ફલેટ નડિયાદ, હેમંત પ્રફુલ્લ દરજી રહે.ડુમરાલ નડિયાદ, હરેશ માનસિંહ ચૌહાણ રહે.દેવદત સોસાયટી નડિયાદ, પ્રિયેશ જગદીશ પટેલ રહે. પીજ ભાગોળ નડિયાદ,આનંદ પ્રફુલ્લ પટેલ રહે. ડુમરાલ,દિપક ત્રિવેણી પ્રસાદ મિશ્રા રહે.હાથીજણ અમદાવાદ, મોહમદ કાશીક મોહમદ અલી રાજપુત રહે.બાપુનગર અમદાવાદની પોલીસે અટકબાયત કરી હતી.

જયારે પોલીસે મહિલાઓમાં મનહરબા ઉર્ફૈ પિન્કી નટવરસિંહ ડોડીયા વસ્ત્રાલ અમદાવાદ, ડિમ્પલ કિશોર કહાર રહે. રખીયાલ, કાજલ વશરામ પ્રજાપતી રહે.નરોડા અમદાવાદ, ગુલનાઝ હુસેન શેખ રહે.રામોલ ગૌશાળા તલાવડી છાપરા, દીપીકા સંજય ત્રિપાઠી રહે. સુરત ડીંડોલી ફાટકની બાજુમાં, રમીલા ઉર્ફે રેખા મનુ રાવળ રહે. ચાંદરણી, સમી પાટણ અને નૂતન ઉર્ફે નીકીતા બીપીન પરમાર રહે. વાડજ અમદાવાદની પોલીસે દારૂની મહેફીલ માણતા ઝડપી પાડયા હતા.

પોલીસે ફાર્મ હાઉસમાં મહેફીલ માણતા ઝડપેલની પાસેથી રૂ. 31,300 રોકડા,મોબકાઈલ નંગ 18 રૂ.2,19,500 વિદેશી બનાવટની બિયર નંગ 11 રૂ.3300 તથા ખાલી બોટલો,ગ્લાસ,ઓપનર,સ્પીકર નંગ 1 રૂ. 10,000 લેપટોપ નંગ 1 રૂ.15,000 વાહન નંગ 2 રૂ.3,30,000 થઈને કુલ રૂ. 6,09,100નો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસે પકડાયેલ ૧પની સામે નડિયાદ ટાઉનમાં પ્રોહી એકટ મુજબ તેમની સામે ગુન્હો નોધીને આગળની તપાસ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન