હાઇએસ્ટ કમાણી : વિશ્વના ટોપ-૧૦૦ ખેલાડીઓમાં કોહલી એકમાત્ર ક્રિકેટર - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • હાઇએસ્ટ કમાણી : વિશ્વના ટોપ-૧૦૦ ખેલાડીઓમાં કોહલી એકમાત્ર ક્રિકેટર

હાઇએસ્ટ કમાણી : વિશ્વના ટોપ-૧૦૦ ખેલાડીઓમાં કોહલી એકમાત્ર ક્રિકેટર

 | 3:09 am IST

લંડન :

સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી વિશ્વમાં સર્વાધિક કમાણી કરનાર ખેલાડીઓની ફોર્બ્સે બહાર પાડેલી યાદીમાં સામેલ એકમાત્ર ભારતીય છે. ફોર્બ્સ વિશ્વના ટોપ-૧૦૦ ખેલાડીઓમાં પણ કોહલી એકમાત્ર ક્રિકેટર છે. યાદીમાં કોહલી ૧૦૦મા ક્રમે છે. ફોર્બ્સની યાદીમાં કોહલીએ સતત ત્રીજા વર્ષે સ્થાન જાળવી રાખ્યું છે. કોહલી ૨૦૧૭માં ૧૪૧ કરોડની કમાણી સાથે ૮૯મું, ૨૦૧૮માં ૧૬૬ કરોડની કમાણી સાથે ૮૩મું સ્થાન મેળવ્યું હતું. જૂન ૨૦૧૮થી જૂન ૨૦૧૯ સુધી તેની કમાણી લગભસ સાત કરોડ રૂપિયા (૧૦ લાખ ડોલર)થી વધીને ૧૭૩.૩ કરોડ સુધી પહોંચી ગઇ છે. આ વખતે તે ૧૦૦મા ક્રમાંકે છે.

રોનાલ્ડોને પછાડી મેસ્સી પ્રથમ ક્રમાંકે

આર્જેન્ટિનાનો સ્ટાર ફૂટબોલર લાયોનલ મેસ્સી પ્રથમ વખત પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પાછળ રાખીને ટોચના ક્રમે પહોંચી ગયો છે. તેની કમાણી કયા વર્ષે ૮૮૧.૭૨ કરોડ રૂપિયા (૧૨.૭ કરોડ ડોલર)ની રહી છે. રોનાલ્ડોએ છેલ્લા એક વર્ષમાં ૭૫૬.૩૫ કરોડ રૂપિયા (૧૦.૯ કરોડ ડોલર)ની કમાણી કરી છે. આવકના મામલે ટોપ-૧૦૦માં પ્રથમ સ્થાને રહેલા મેસ્સી અને છેલ્લા સ્થાને રહેલા વિરાટ કોહલીની આવકમાં લગભગ પાંચ ગણું અંતર છે. ફોર્બ્સે વાર્ષિક કમાણીમાં ખેલાડીઓની સેલરી સાથે ટૂર્નામેન્ટમાં તેમને મળેલી પ્રાઇઝ મની, તેમના વ્યક્ગિત એન્ડોર્સમેન્ટ તથા જાહેરખબરથી થતી આવકને જોડી છે.

સેરેના ટોપ-૧૦૦માં એકમાત્ર મહિલા પ્લેયર

અમેરિકાની ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ ટોપ-૧૦૦માં સામેલ એકમાત્ર મહિલા પ્લેયર છે. ગયા વર્ષે તેની કમાણી ૨૦૨.૫ કરોડ રૂપિયા (૨.૯ કરોડ ડોલર)ની રહી હતી. ટેનિસ ખેલાડીઓની મેન્સ કેટેગરીમાં રોજર ફેડરર ૬૪૭ કરોડ રૂપિયા (૯.૩૪ કરોડ ડોલર)ની કમાણી સાથે પાંચમા ક્રમે છે.

કોહલીની વાર્ષિક આવક ૧૭૩ કરોડ સુધી પહોંચી, ૮૩મા ક્રમાંકેથી સરકીને ૧૦૦મા ક્રમે પહોંચ્યો

યાદીમાં ૨૫ દેશના એથ્લેટ્સનો સમાવેશ કરાયો

સૌથી વધારે વાર્ષિક આવક કરનાર એથ્લેટ્સમાં ગયા વર્ષે ૨૨ દેશના ખેલાડીની તુલનામાં આ વખતે ૨૫ દેશના ખેલાડીઓ સામેલ છે. તેમની કુલ કમાણી લગભગ ૪ અબજ ડોલર (૨૭,૭૬૩ કરોડ) રહી છે જે ગયા વર્ષની સરખામણીમાં ૫ ટકા વધારે છે. યાદીમાં પ્રથમ વખત ત્રણ ફૂટબોલ સ્ટાર પ્રથમ ત્રણ ક્રમાંકે છે.

ફોર્બ્સની યાદીમાં પ્રથમ વખત ૩ ફૂટબોલર ટોપ-૩માં

ખેલાડી દેશ                     રમત                   કમાણી

લાયોનલ મેસ્સી આર્જેન્ટિના      ફૂટબોલ                 ૮૮૧.૭૨

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો             પોર્ટુગલ        ફૂટબોલ         ૭૫૬.૩૫

નેમાર બ્રાઝિલ                  ફૂટબોલ                 ૭૨૮.૬૪

કાનેલો અલ્વારેઝ               મેક્સિકો બોક્સિંગ        ૬૫૨.૩૧

રોજર ફેડરર    સ્વિર્ટ્ઝલેન્ડ     ટેનિસ                  ૬૪૮.૨૧

રસેલ વિલ્સન   અમેરિકા        રગ્બી                   ૬૨૧.૧૫

એરોન રોજર્સ   અમેરિકા        રગ્બી                   ૬૧૯.૮૩

લેબ્રોન જેમ્સ    અમેરિકા        બાસ્કેટબોલ             ૬૧૭.૭૪

સ્ટિફન કરી     અમેરિકા        બાસ્કેટબોલ             ૫૫૩.૮૯

કેવિન ડયૂરેન્ટ  અમેરિકા        બાસ્કેટબોલ             ૪૫૩.૯૪

(તમામ આંકડા કરોડ રૂપિયામાં છે)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન