ચીનમાં ચોરે કરી અનોખી ચોરી, જાણીને તમે માથાના વાળ ખંજવાળવા લાગશો - Sandesh
  • Home
  • World
  • ચીનમાં ચોરે કરી અનોખી ચોરી, જાણીને તમે માથાના વાળ ખંજવાળવા લાગશો

ચીનમાં ચોરે કરી અનોખી ચોરી, જાણીને તમે માથાના વાળ ખંજવાળવા લાગશો

 | 10:15 am IST

પૂર્વ ચીનમાં એક અનોખી ચોરીનો મામલો સામે આવ્યો છે. જિંઆગ્સુ પ્રાંતમાં એક ચોર એ કૉંક્રિટથી બનેલા રસ્તાનો 800 મીટર હિસ્સાને એકરાતની અંદર જ ચોરી તેને વેચી માર્યો. ચીની મીડિયાના રિપોર્ટ પ્રમાણે 24 જાન્યુઆરીના રોજ સવારે સાનકેશુ ગામના રહેવાસીઓએ રસ્તાનો એક ભાગ ગુમ થતા હેરાન-પરેશાન થઇ ગયા. તેમણે પોલીસને માહિતી આપી કે રસ્તાનો એક ભાગ આશ્ચર્યજનક રીતે ગુમ થઇ ગયો છે.

ગામના કેટલાંક લોકો સમજયા કે શકયત છે કે જાહેરાત કર્યા વગર જ રસ્તાનું સમારકામ ચાલી રહ્યું છે પરંતુ જ્યારે પોલીસ એ તપાસ કરી તો મામલો કંઇક બીજો જ નીકળ્યો. પોલીસને જાણવા મળ્યું કે ઝુ નામના વ્યક્તિએ ખોદકામ કરવાના યંત્રની મદદથી અંદાજે 800 મીટર રસ્તાને ખોદી નાંખ્યો અને તેણે કૉંક્રીટના કાટમાળને એક ફેકટરીને વેચી દીધો.

પોલીસ એ કહ્યું કે ઝુ તેના દ્વારા પૈસા બનાવા માંગતો હતો અને તેને લાગતું હતું કે કૉંક્રીટના રસ્તાને ખોદી તેને વેચવો એક સારામાં સારા બિઝનેસની તક છે. ઝુ એ કહ્યું કે કોઇપણ આ રસ્તા પરથી પસાર થતું નહોતું. તો શું કામ એને ખોદી ના નાંખું. હું સિમેન્ટના ટુકડાને વેચીને કેટલાંક પૈસા બનાવી શકતો હતો. ઝુ એ અંદાજે 500 ટન કૉંક્રિટને ચોર્યો અને તેને 51000 રૂપિયામાં વેચી દીધો.

રસ્તા ચોરીનો આખો મામલો મીડિયામાં આવ્યા બાદ ચીની સોશ્યલ મીડિયામાં ધડાધડ કોમેન્ટ થવા લાગી છે. તેમાં કેટલાંક લોકોએ ઝુ નું સમર્થન પણ કર્યું. એક યુઝર એ તો કહ્યું કે ગરીબી એ તેને રચનાત્મક બનાવી દીધો. એક યુઝર એ લખ્યું કે આ ચોરીની સૌથી સારામાં સારી સજા એ હશે કે તેને રસ્તો બનાવા માટે કહેવામાં આવે.