હિગ્વેઇનની પૂર્વ ટીમના પ્રશંસકોએ 'ટોઇલેટપેપર' પર તેનો ફોટો છાપ્યો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • હિગ્વેઇનની પૂર્વ ટીમના પ્રશંસકોએ ‘ટોઇલેટપેપર’ પર તેનો ફોટો છાપ્યો

હિગ્વેઇનની પૂર્વ ટીમના પ્રશંસકોએ ‘ટોઇલેટપેપર’ પર તેનો ફોટો છાપ્યો

 | 1:18 am IST
  • Share

નેપલ્સ, તા. ૧

ગત સિઝનની ઇટાલિયન લીગ ‘સિરી એ’માં નાપોલી તરફથી તેના સ્ટાર સ્ટ્રાઇકર ગોન્ઝાલો હિગ્વેઇને ૩૬ ગોલ ફટકારી સૌથી વધુ ગોલ ફટકારવાનો રેકોર્ડ પોતાનાં નામે કર્યો હતો. ગોન્ઝાલો હિગ્વેઇનનાં પ્રદર્શને યુરોપની ઘણી બધી ટીમોને આર્કિષત કરી હતી અને અંતે જુવેન્ટસે નાપોલીને ૭૫ મિલિયન પાઉન્ડ આપી ગોન્ઝાલો હિગ્વેઇનને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. હવે આ જ ‘હિગ્વેઇન’ જુવેન્ટસ તરફથી નાપોલી સામે રમવા માટે પ્રથમ વખત નાપોલીનાં સાન પાઉલો સ્ટેડિયમ ખાતે આવવાનો છે અને તેના સ્વાગત માટે નાપોલીનાં પ્રશંસકોએ નેપલ્સ શહેરમાં ‘ટોઇલેટ પેપર’ પર તેનો ફોટો છાપી તેનું વેચાણ કરવાનું શરૂ કરી દીધું છે. એક સમયે નાપોલીનો લાડકો ‘હિગ્વેઇન’ અચાનક જ તેમનો દુશ્મન બની ગયો છે. નાપોલીનાં પ્રશંસકોએ તેનાં ટ્રાન્સફર બાદ તેની જર્સીઓ સળગાવી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. જો કે ફૂટબોલ પ્રશંસકો માટે આ કઇ નવંુ નથી. ૧૯૯૦માં રોબર્ટો બેજિયોનું જ્યારે ફાયરોન્ટીનાથી જુવેન્ટસમાં ટા્રન્સફર થયું હતું ત્યારે ઇટાલીનાં ફ્લોરેન્સ શહેરમાં તોફાનો ફાટી નીકળ્યાં હતાં અને ૫૦થી વધુ પ્રશંસકોને ઔઇજા થઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન