આ મહિેને જ બંધ થઇ જશે આ મેડ ઇન ઈન્ડિયા એપ, 2019માં થઇ હતી લોન્ચ

સોશિયલ મીડિયા પર ભારતીય યૂઝર્સ મેડ ઇન એપની માંગ જોર શોરથી કરી રહ્યા છે પરંતુ હકીકતમાં તેઓ મેડ ઇન ઇન્ડિયા એપ્લિકેશનનો ઉપયોગ કરવા માંગતા નથી. આનો નવીનતમ પુરાવો હાઇકની (Hike)સ્ટીકર ચેટ એપ્લિકેશન (Sticker Chat app ) છે જે આ મહિનામાં બંધ થવાની છે. એપ્લિકેશનના સહ-સ્થાપક અને સીઈઓ કેવિન ભારતી મિત્તલે (Kavin Bharti Mittal) ટ્વીટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે.
1/ We're going to start this new year with a bang @hikeapp!
Read on to know more about →
🔹The evolution of HikeLand
🔹Launch of a brand new product
🔹One more thing— Kavin Bharti Mittal (@kavinbm) January 6, 2021
જોકે મિત્તલે પોતાની ટવીટમાં જણાવ્યું છે કે હાઇક સ્ટીકર ચેટ એપ (Hike Sticker Chat app) જાન્યુઆરી 2021 માં બંધ કરવામાં આવશે, જોકે HikeMoji અને હાઇકની અન્ય સેવાઓ ચાલુ રહેશે. શરૂઆતમાં, હાઇક સ્ટીકર ચેટનો (Hike Sticker Chat) ઉપયોગ લાખો લોકો દ્વારા કરવામાં આવતો હતો અને સરેરાશ દરેક વપરાશકર્તા એપ્લિકેશનને 35 મિનિટનો સમય આપતો હતો, પરંતુ એપ્લિકેશન કંપનીની અપેક્ષાઓ અનુસાર સફળ થઈ નહોતી.
કંપનીના પ્રવક્તાએ કહ્યું કે એપ્લિકેશનમાં યુઝર્સનો ડેટા સલામત છે. તેઓ ઇચ્છે તો ડાઉનલોડ કરી શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે હાઇકમોજી (HikeMoji)તેની બે નવી એપ્લિકેશન્સ Vibe અને Rush સાથે ઉપલબ્ધ થશે. Rush એ એક ગેમ એપ્લિકેશન છે કે જેના પર તમે ઓનલાઇન કેરમ અને લુડો જેવી રમતો રમી શકો છો.
હાઇક સ્ટીકર ચેટ 2019 માં શરૂ કરવામાં આવી હતી
હાઇક સ્ટીકર ચેટ એપને કંપની હાયકે એપ્રિલ 2019 માં લોન્ચ કરી હતી. હાઇક સ્ટીકર ચેટ એપ્લિકેશનમાં 40 ભારતીય ભાષાઓમાં 30,000 થી વધુ સ્ટીકરો હતા.
ડિસેમ્બર 2019 માં, આ એપ્લિકેશનના સાપ્તાહિક સક્રિય વપરાશકર્તાઓની સંખ્યા 20 લાખને વટાવી ગઈ હતી. હાઇક એપ્લિકેશનને Hike Sticker Chat એપ્લિકેશન તરીકે ઓળખવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન