Hillary Clinton Also Danced In Isha Ambani's Music Ceremony
  • Home
  • Featured
  • ઈશા અંબાણીનાં લગ્નમાં બોલીવુડ સ્ટાર્સ તો ઠીક, ખુદ હિલેરી ક્લિંટન પણ નાચ્યા….જુઓ વિડીયો

ઈશા અંબાણીનાં લગ્નમાં બોલીવુડ સ્ટાર્સ તો ઠીક, ખુદ હિલેરી ક્લિંટન પણ નાચ્યા….જુઓ વિડીયો

 | 4:55 pm IST

મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીનાં સંગીત સમારોહમાં એક-બે નહીં, પરંતુ બોલીવુડનાં લગભગ તમામ સ્ટાર્સ હાજર રહ્યા હતા. ઉદયપુરમાં થયેલા સંગીત ફંક્શનનાં ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં શાહરૂખ ખાન, આમિર ખાન, રણવીર સિંહ, દીપિકા, ઐશ્વર્યા જેવા સ્ટાર્સે ડાન્સ કર્યો હતો. જો કે હવે આ વેડિંગ સેરેમનીનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં અમેરિકાનાં પહેલા લેડી રહી ચુકેલા હિલેરી ક્લિંટન પણ અંબાણી પરિવાર સાથે દેશી અંદાજમાં નાચતા જોવા મળી રહ્યા છે. હિલેરી ક્લિંટનને આ પહેલા ભાગ્યે જ તમે નાચતા જોયા હશે.

આ વિડીયોમાં સ્ટેજ પર હિલેરી ક્લિંટન મુકેશ અંબાણી અને નીતા અંબાણી સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. તો આ સ્ટેજ પર અમેરિકી રાજનેતા જૉન કૈરી પણ જોવા મળી રહ્યા છે. હિલેરી સાથે સ્ટેજ પર નાચતા શાહરૂખ ખાન, આમિર ખાન, કરણ જોહર, અભિષેક બચ્ચન પણ જોવા મળી રહ્યા છે. ઈશા અંબાણીનાં લગ્ન બિઝનેસમેન આનંદ પીરામલ સાથે બુધવારનાં રોજ થવા જઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન