Hilton Hotel dishwasher in Miami awarded $21 million after boss made her work on Sunday
  • Home
  • Featured
  • હોટલમાં વાસણ સાફ કરનાર મહિલાને રવિવારે કામ પર બોલાવું ભારે પડ્યું, બહેન બની ગયા અબજોપતિ

હોટલમાં વાસણ સાફ કરનાર મહિલાને રવિવારે કામ પર બોલાવું ભારે પડ્યું, બહેન બની ગયા અબજોપતિ

 | 9:49 am IST

વોશિંગ્ટનની એક હોટલમાં વાસણ સાફ કરાવાનું કામ કરનાર એક મહિલાને 21 મિલિયન ડોલર (150 કરોડ રૂપિયા)નું વળતર આપવાનો આદેશ કોર્ટે કર્યો છે. હોટલે મહિલાને રવિવારના રોજ ચર્ચા જવા દેવાની જગ્યાએ કામ પર બોલાવી હતી. આ દ્રષ્ટિથી મહિલાએ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડ્યાના આરોપો હોટલ પર મૂકયા હતા.

હોટલમાં મહિલાએ 6 વર્ષ કામ કર્યું

મેરી જયાં પિયરે નામની એક મહિલાએ કોનરાડ મિયામી હોટલમાં લગભગ 6 વર્ષ સુધી કામ કર્યું. 2015ની સાલમાં તેના કિચન મેનેજરે મેરીને રવિવારના રોજ બોલાવાની વાત મૂકી, તેનો હોટલ મેનેજમેન્ટે સ્વીકાર કરી લીધો. કોનરાડ હોટલ, હિલ્ટન ગ્રૂપનો જ એક ભાગ છે.

મેરી એક કેથોલિક મિશનરી ગ્રૂપ સોલ્જર્સ ઓફ ક્રાઇસ્ટ ચર્ચની સભ્ય છે. આ ગ્રૂપ ગરીબોની મદદ કરે છે. મેરી એ દાખલ કરેલા કેસમાં દાવો કર્યો કે પોતાની ધાર્મિક માન્યતાઓના લીધે રવિવારના રોજ હોટલમાં કામ કરવા માટે અસમર્થ હતી.

પાર્ક હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ (હિલ્ટન વર્લ્ડવાઇડના નામથી પ્રખ્યાત) એ મિયામી કોર્ટને કહ્યું કે તેમને આ અંગે કોઇ માહિતી નહોતી. મેનેજમેન્ટની તરફથી કહેવામાં આવ્યું કે આખરે મેરીને રવિવારના રોજ રજા કેમ જોઇતી હતી?

શરૂઆતમાં મેરી ને રવિવારના રોજ રજા લેવાની અવેજમાં પોતાના સહકર્મીઓ સાથે શિફ્ટ બદલલાની મંજૂરી આપી દીધી. હોટલ મેનેજમેન્ટે મેરી પાસે પાદરીએ લખેલો લેટર માંગ્યો જેમાં સ્થિતિની માહિતી આપવાનું કહ્યું. જો ક 2016ની સાલમાં મેરીને ખરાબ કામ કરવાનો હવાલો આપી નોકરીમાંથી કાઢી મૂકી.

2017મા મેરી એ સિવિલ રાઇટ્સ એકટ 1964ના ઉલ્લંઘનનો હવાલો આપતા કેસ દાખલ કર્યો. નિયમની અંતર્ગત નોકરીમાં જાતિ, ધર્મ, રંગ, લિંગ, અને રાષ્ટ્રીયતાના આધાર પર ભેદભાવને પ્રતિબંધિત કરાયો છે. કોર્ટે મેરીના દાવાને યોગ્ય ગણાવ્યો અને તેને 21 મિલિયન ડોલર વળતર ચૂકવવાનો આદેશ આપ્યો. હોટલ મેનેજમેન્ટે મેરીને કાયદેસર 35000 ડોલર અને માનસિક પીડા થવા માટે વધારાના 5 લાખ ડોલર પણ આપવા પડશે.

આ ચુકાદા પર હિલ્ટનના પ્રવક્તા એ કહ્યું કે જ્યુરીના આ નિર્ણયથી હું ખુશી નથી. મેરીને નોકરી દરમ્યાન તેને કેટલાંય પ્રકારની સુવિધાઓ અપાઈ હતી. તેમની ધાર્મિક પ્રતિબદ્ધતાઓનું પણ ધ્યાન રાખ્યું હતું. ચુકાદો રજૂ કરાયેલા તથ્યોના આધાર પર લીધો કે કાયદાના મતે એ જ સમજાતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન