himachal kinnaur glacier video viral on social media
  • Home
  • Featured
  • અચાનક જ અડધો કિમી લાંબો અને 10 ફૂટનો બરફનો પહાડ રસ્તા પર પડ્યો, લોકોની રાડ ફાટી ગઈ!

અચાનક જ અડધો કિમી લાંબો અને 10 ફૂટનો બરફનો પહાડ રસ્તા પર પડ્યો, લોકોની રાડ ફાટી ગઈ!

 | 3:30 pm IST

હિમાચલમાં આ વર્ષે ભારે હિમવર્ષા થઈ છે. આ વીડિયો છે કિન્નોરનો. ત્યાંના ટિન્કુ નાલા પાસે અડધો કિલોમીટર લાંબો અને 10 ફૂટ ઉંચો ગ્લેશિયર રસ્તા પર જોવા મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. ગ્લેશિયર દુર દુર ઢસડાતો ગયો અને લોકો ભાગતા ગયા. કેટલીય ગાડી ફસાઈ ગઈ હતી. પરંતુ લોકો માંડ-માંડ બચી ગયા હતા.

વીડિયોમાં પણ જોઈ શકાય છે કે લોકોમાં અફડા-તફડી જોવા મળી રહી છે. બધા આમતેમ ભાગી રહ્યા છે. આ વચ્ચે જ એક વાન વાળો ગ્લેશિયલમાં ફસાયેલી પોતાની વાન કાઢવાની કોશિશ કરી રહ્યો છે. કિન્નોરના ટિન્કુ નાલામાં દર વર્ષે આવો ભયાવહ નજારો જોવા મળતો હોય છે. તો જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન