Solan Guest House Building falls because 35 Army Soldiers stuck
  • Home
  • Featured
  • સેનાના 35 જવાનો ઢાબા પર ભોજન લઈ રહ્યાં હતાં ત્યારે જ ગેસ્ટ હાઉસનું બિલ્ડિંગ ધરાશાયી થયું

સેનાના 35 જવાનો ઢાબા પર ભોજન લઈ રહ્યાં હતાં ત્યારે જ ગેસ્ટ હાઉસનું બિલ્ડિંગ ધરાશાયી થયું

 | 6:48 pm IST

હિમાચલ પ્રદેશમાં ભારતીય સેનાના જવાનોને મોટી હોનારત નડી છે. અહીં સોલનનાં કુમારહટ્ટી-નાહન હાઇવેનાં કિનારે બનેલ સેહજ ઢાબા અને ગેસ્ટહાઉસનું બિલ્ડિંગ તુટી પડ્યું હતું. આ બિલ્ડિંગની નીચે અનેક લોકો દબાઇ ગયા છે. બિલ્ડીંગના કાટમાળમાં દબાયેલા લોકોમાં ભારતીય સેનાના 30-35 જવાનોનો પણ સમાવેશ થાય છે.

સેનાના જવાનો બસમાં એક સ્થળેથી બીજે સ્થળે જઇ રહ્યા હતા. ઠાબા પર તેઓ જમવા માટે રોકાયા હતા. દુર્ઘટનાની જાણકારી મળતા જ માહિતી મળતાની સાથે જ અધિકારીઓ દોડતા થયા છે. અહીં હાલ ભારે વરસાદ થઈ રહ્યો છે હોવાનાં કારણે રાહત અને બચાવ કાર્યમાં સમસ્યા થઇ રહી છે. સ્થાનિક લોકો પણ રાહત અને બચાવ કાર્ય કરી રહ્યા છે.

હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટકાલ દિવસોથી ભારે વરસાદ થઇ રહ્યો છે. શનિવારે પણ આવી જ દુર્ઘટના થઇ હતી. હિમાચલ પ્રદેશનાં સોલનમાં માર્ગ પરથી પસાર થઇ રહેલ ગાડીના તે સમચે ચિથરા ઉડી ગયા જ્યારે તે કાટમાળની સાથે હોટલનાં રિસેપ્શનને તોડીને નદી નજીક પડી હતી.

શનિવારે અહીં એટલો જોરદાર વરસાદ થયો કે ગત્ત તમામ રેકોર્ડ તુટીગ યા. નદી અને નાળા એટલા ગાંડા તુર થઇને વહી રહ્યા છે. પરિણામે મોટા પ્રમાણમાં કિચડ અને કાટમાળ તુટી પહે છે. હોટલો, મકાનો અને કૈંપિંગ સાઇટોમાં ઘુસી જઇ રહ્યા છે. આ દરમિયાન હોટલ, કેમ્પિંગ સાઇટો અને મકાનોને ભારે નુકસાન પહોંચી રહ્યા છે. સોલન ચાયલ માર્ગ અનેક કલાકોથી બંધ છે જેના કારણે ટૂરિસ્ટને ભારે પરેશાની ઉઠાવવી પડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન