હિમાંશું રોયે કેમ કરી આત્મહત્યા, સુસાઇડ નોટથી થયો ખુલાસો - Sandesh
  • Home
  • India
  • હિમાંશું રોયે કેમ કરી આત્મહત્યા, સુસાઇડ નોટથી થયો ખુલાસો

હિમાંશું રોયે કેમ કરી આત્મહત્યા, સુસાઇડ નોટથી થયો ખુલાસો

 | 9:21 pm IST

પોલીસને IPS અધિકારી હિમાંશુ રોયના મોત બાદ પોલીસને એક સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં તેઓએ તેમના મોત માટે કોઇને જવાબદાર ઠેરવ્યા નથી. મુંબઇ પોલીસે શુક્રવારે એક પ્રેસનોટ જાહેર કરીને આ વાતનો ખુલાસો કર્યો છે.

મુંબઇ પોલીસને મળેલા સુસાઇડ નોટ અનુસાર હિમાંશુ રોયે લખ્યું છે કે છેલ્લા બે વર્ષોથી તેઓ કેન્સર સામે ઝઝુમી રહ્યા છે જેના કારણે તેઓએ આ પગલું ભરવું પડ્યું છે. વધુમાં તેઓએ સુસાઇડ નોટમાં મીડિયાને અનુરોધ કરતાં જણાવ્યું છે કે તેમના પરિવારને પરેશાન કરવામાં ન આવે. એક પાનાની આ સુસાઇડ નોટના અંતે તેઓએ સહી કરી છે.

હિમાંશુ રોય તેમની કેન્સરની બીમારીમાંથી સાજા થઇ ગયા હતા પરંતુ 2016માં ફરી આ બીમારી તેઓને ઘેરી વળી હતી. જેમના કારણે તેઓ બે વર્ષથી રજા પર હતા અને તેઓનું વજન પણ ઘણું ઘટી ગયું હતુ. કેન્સરના કારણે રોય ઘણા ઉદાસ રહેતા હતા.

નોંધનીય છે કે મુંબઇ પોલીસના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ IPS અધિકારી હિમાંશુ રોયે આત્મહત્યા કરી લેતા પોલીસ બેડામાં સોંપો પડી ગયો છે. શુક્રવારે પોતાની સર્વિસ રિવોલ્વરથી તેમના સરકારી નિવાસસ્થાને બપોરે અંદાજે 1.40 વાગ્યે મોઢામાં રિવોલ્વરનું નાળચું રાખીને ટ્રીગર દબાવી દીધું હતુ.

ઘાયલ હિમાંશુ રોયને તેમના પરિવારજનો તાત્કાલિક બોમ્બે હોસ્પીટલ લઇ ગયા હતા પરંતુ રસ્તામાં જ તેઓનું નિધન થઇ ગયું હતુ. હોસ્પીટલમાં પહોંચતા ડોકટરોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. ડોકટરોના કહેવા અનુસાર મોંઢામાં રિવોલ્વર રાખીને આત્મહત્યા કરતાં તેઓને બચાવવા મુશ્કેલ હતા.