Himanta Biswa Sarma Questions On Assam NRC List
  • Home
  • Featured
  • અસમ NRCનો મમતા અને કૉંગ્રેસે કર્યો વિરોધ, ખુદ BJPનાં નેતાએ લગાવ્યો ગંભીર આરોપ

અસમ NRCનો મમતા અને કૉંગ્રેસે કર્યો વિરોધ, ખુદ BJPનાં નેતાએ લગાવ્યો ગંભીર આરોપ

 | 10:35 pm IST

અસમમાં રાષ્ટ્રિય નાગરિક રજિસ્ટ્રેશનની અંતિમ યાદી આવ્યા બાદ વિપક્ષ જ નહીં ભારતીય જનતા પાર્ટીનાં નેતા પણ એનઆરસીથી નારાજ છે. બીજેપીનાં નેતા અને અસમ સરકારનાં નાણાં મંત્રી હેમંત બિસ્વા શર્માએ એનઆરસીમાં ગરબડની શંકા જતાવી છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ એનઆરસી યાદીનો વિરોધ કર્યો છે. સીએમ મમતાએ કહ્યું છે કે એનઆરસીએ એ તમામને બેનકાબ કરી દીધા છે, જેમણે રાજકીય લાભ લેવાનો પ્રયત્ન કર્યો છે.

હજુ ઘણું બધુ સામે આવવાનું બાકી 

તો હેમંત શર્માએ કહ્યું કે, તેઓ રાષ્ટ્રિય નાગરિકતા રજિસ્ટરને લઇને તમામ આશાઓ છોડી ચુક્યા છે, કેમકે કેન્દ્ર અને રાજ્ય સરકાર વિદેશીઓને રાજ્યની બહાર કરવા માટેનાં નવી રીતો અપનાવી રહી છે. અંતિમ યાદી જાહેર થતા પહેલા શર્માએ કહ્યું કે, “મે એનઆરસીને લઇને તમામ આશાઓ છોડી દીધી છે. હું બસ ઇચ્છુ છું કે દિવસ કોઇ પણ ખરાબ ઘટના વગર શાંતિથી પસાર થઇ જાય.” મંત્રીએ કહ્યું કે, “દિલ્લી અને અસમ સરકાર વિદેશીઓને રાજ્યની બહાર નીકાળવા માટે નવી રીતો પર ચર્ચા કરી રહી છે. મને નથી લાગતુ કે આ અંતિમ યાદી છે. હજુ ઘણું બધુ સામે આવવાનું બાકી છે.”

વારસા સંબંધી આંકડાઓ સાથે છેડછાડ કરવામાં આવી 

સાથે જ શર્માએ એનઆરસી પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, “1971થી પહેલા બાંગ્લાદેશથી ભારત આવેલા ઘણા શરણાર્થીઓને એનઆરસી યાદીમાંથી બહાર નીકાળવામાં આવ્યા છે.” શર્માનાં જણાવ્યા પ્રમાણે, “ઘણા લોકોનો આરોપ છે કે વારસા સંબંધી આંકડાઓ સાથે છેડછાડ કરવામાં આવી છે.” આ સાથે તેમણે માંગ કરી છે કે સુપ્રીમ કૉર્ટે અસમનાં બૉર્ડર પર આવેલા જિલ્લામાં ઓછામાં ઓછા 20 ટકા અને બાકીનાં અસમમાં 10 ટકા રિ-વેરિફિકેશનની અરજી આપવી જોઇએ.

મમતા બેનર્જીએ કર્યો વિરોધ 

એનઆરસીનો મમતા બેનર્જીએ પણ વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘મારું દિલ એ તમામ, ખાસ કરીને મોટી સંખ્યામાં બંગાળી ભાષી ભાઈઓ અને બહેનો પર જાય છે, જે આ પ્રક્રિયાનાં કારણે પીડિત છે.” કૉંગ્રેસ પણ એનઆરસી સાથે અસહમત છે. કૉંગ્રેસે કહ્યું કે એનઆરસીની અત્યારની સ્થિતિથી રાજ્યનો દરેક વર્ગ નારાજ છે અને દેશનાં વાસ્તવિક નાગરિકોનાં હિતોની સુરક્ષા સુનિશ્વિત કરવી જોઇએ.

આ વિડીયો પણ જુઓ: રાજકોટ માર્કેટયાર્ડને કેશલેશ કરવાનો વિવાદ વકર્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન