himesh reshammiya cry in indian idol finale show ranu mandal song
  • Home
  • Entertainment
  • Bollywood
  • VIDEO: ફરી એકવાર રાનૂ મંડલ ચર્ચામાં, સ્પર્ધકે ગીત ગાતાં જ હિમેશ રેશમિયા ધ્રુસ્કે-ધ્રુસ્કે રડ્યો

VIDEO: ફરી એકવાર રાનૂ મંડલ ચર્ચામાં, સ્પર્ધકે ગીત ગાતાં જ હિમેશ રેશમિયા ધ્રુસ્કે-ધ્રુસ્કે રડ્યો

 | 2:40 pm IST

આજે નાના પડદાનો લોકપ્રિય સિંગિંગ રિયાલિટી શો એટલે કે ઇન્ડિયન આઇડલની સીઝન 11નો ગ્રાન્ડ ફિનાલે છે. ત્યારે આ સિઝનના વિજેતાને લઇ પ્રેક્ષકોમાં ભારે ઉત્સાહ છે. શોના ઝઝ વિશાલ દદલાની, નેહા કક્કડ અને હિમેશ રેશમિયાને પણ આજે વિજેતા મળી જશે. ઇન્ડિયન આઇડલ 11ના ફાઈનલ માટે મેકર્સ પણ જોરશોરથી તૈયારી કરી રહ્યા છે. આ દરમિયાન શોને લગતો એક પ્રોમો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં હિમેશ રેશમિયા ધ્રુસ્કે અને ધ્રુસ્કે રડતો જોવા મળી રહ્યો છે.

ટીવી ચેનલ સોનીએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર ઇન્ડિયન આઇડલ 11ના ફાઈનલનો એક પ્રોમો વીડિયો અપલોડ કર્યો છે. આ પ્રોમોમાં ફિનાલેના પ્રથમ પાંચ સ્પર્ધકો તેમના ઝઝ માટે સ્પેશિયલ પરફોર્મન્સ આપતાં જોવા મળી રહ્યા છે. પ્રોમોમાં સ્પર્ધકો ઝઝની પ્રશંસા પણ કરતા જોવા મળે છે. પ્રોમોમાં એક સ્પર્ધક રાનૂ મંડલનું ગીત તેરી મેરી કહાની ગાવાનું શરૂ કરે છે.

પ્રોમોમાં અંકોના મુખર્જી તેમના માર્ગદર્શન માટે હિમેશ રેશમિયાનો આભાર માને છે અને તેરી મેરી કહાની ગીત ગાવાનું શરૂ કરે છે. આ ગીત સાંભળીને હિમેશ રેશમિયા ખૂબ ભાવુક થઈ જાય છે અને રડવાનું શરૂ કરે છે. પ્રોમોમાં નેહા કક્કડ પણ રડતી જોવા મળે છે. ઇન્ડિયન આઇડલ 11ના ફાઈનલને લગતો આ પ્રોમો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળના રાનાઘાટ રેલ્વે સ્ટેશન પર ગીતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ પછી જેનું નસીબ ચમક્યું એ રાનૂ મંડલ ફરી એકવાર ચર્ચામાં આવી છે.

આ વીડિયો પણ જુઓ: મોદી – ટ્રમ્પના રોડ શોને લઈ મોટા સમાચાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન