હિંમતનગર: તેજપુરા નજીક કૂતરાંએ ચૂંથી નાખેલ નવજાત બાળકીનો મૃતદેહ મળ્યો - Sandesh
  • Home
  • Gujarat
  • હિંમતનગર: તેજપુરા નજીક કૂતરાંએ ચૂંથી નાખેલ નવજાત બાળકીનો મૃતદેહ મળ્યો

હિંમતનગર: તેજપુરા નજીક કૂતરાંએ ચૂંથી નાખેલ નવજાત બાળકીનો મૃતદેહ મળ્યો

 | 11:09 pm IST

હિંમતનગરના તેજપુરા નજીક કૂતરાંએ ચૂંથી નાખેલ નવજાત બાળકીનો મૃતદેહ મળતાં અરેરાટી વ્યાપી હતી. જ્યારે બાળકીને ત્યજી દેનારી કળીયુગી જનેતા સામે પ્રજામાં ફીટકારની લાગણી જોવા મળતી હતી. હિંમતનગર ગ્રામ્ય પોલીસે બનાવ અંગે અજાણી મહિલા વિરૂદ્ધ ઈ.પી.કો. કલમ-318 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જિલ્લામાં ભ્રૂણ હત્યાના બનાવ રોકવા માટે સ્થાનિક આરોગ્ય તંત્ર કંઈ ઉકાળી શકતું નથી. જ્યારે રાજસ્થાન પોલીસે ભ્રૃણ પરીક્ષણના આરોપ હેઠળ અત્યાર સુધી 3 તબીબોને ઝડપી તેમની સામે દાખલારૂપ કાર્યવાહી કરતાં જિલ્લા આરોગ્ય તંત્રની પોલ રાજ્યના આરોગ્ય વિભાગ સમક્ષ ખુલ્લી પડી ગઈ છે. ગત રોજ હિંમતનગરના તેજપુરા નજીક રોડ ઉપર કોઈ નવજાત બાળકના મૃતદેહને કૂતરાં ચૂંથી રહ્યાનું જણાતાં ગામના દશરથ અર્જુનભાઈ મકવાણાએ ગ્રામ્ય પોલીસને જાણ કરતાં પોલીસ તાબડતોબ દોડી આવી હતી.

જેમાં નવજાત બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. જ્યારે કોઈ જનેતાએ પોતાનું પાપ છૂપાવવા બાળકીને ત્યજી હશે કે પછી..?? કોઈ હોસ્પિટલમાં જન્મીને અકાળે મોતને ભેટેલી બાળકીને કચરા સાથે કોઈએ ફેંકી દીધું હોય અને કૂતરાં મૃતદેહને ચૂંથતાં હોય.? એવા અનેક તર્ક પોલીસ લગાડી રહી છે. હાલ તો પોલીસે અજાણી મહિલા વિરૃદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.