હીના ખાનનો સાડી લૂક જોઈને તમે તસવીરો પરથી નજર નહિ હટાવી શકો - Sandesh
NIFTY 10,772.05 +61.60  |  SENSEX 35,547.33 +260.59  |  USD 68.0700 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • હીના ખાનનો સાડી લૂક જોઈને તમે તસવીરો પરથી નજર નહિ હટાવી શકો

હીના ખાનનો સાડી લૂક જોઈને તમે તસવીરો પરથી નજર નહિ હટાવી શકો

 | 3:47 pm IST

ટીવી સીરિયલથી બિગબોસ હાઉસ સુધી પહોંચનારી એક્ટ્રેસ હીના ખાન લાંબા સમય બાદ સમાચારમાં આવી હતી. બિગબોસ બાદ તે કોઈ સીરિયલમાં દેખાઈ નથી, ન તો તેણે કોઈ સીરિયલ સાઈન કરી હોય તેવુ લાગે છે. હાલ તે પોતાના એચિવમેન્ટને લઈને લાઈમલાઈટમાં આવી છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત દ્વારા તેને સન્માનિત કરાઈ હતી.

રાજીવ ગાંધી ગ્બોલ એક્સિલન્સ 218ના એવોર્ડથી તેને સન્માનિત કરાઈ છે. હીનાને આ એવોર્ડ ટીવી ઈન્ડસ્ટ્રીઝમાં મોસ્ટ સ્ટાઈલિશ દિવા માટે આપવામાં આવ્યો હતો. આ એવોર્ડમાં હીના ખાન સ્ટાઈલિશ અંદાજમાં પહોંચી હતી. તેણે બ્લ્યૂ રંગની ડિઝાઈનર સાડી સાથે મેટલ જ્વેલરી મેચ કરીને પહેરી હતી. જેમાં તે બહુ જ જાજરમાન લાગી રહી હતી.

ઉલ્લેખનીય છે કે, હીના ખાન હંમેશા પોતાના સ્ટાઈલિશ અંદાજને કારણે ચર્ચામાં રહે છે. તેની ડિઝાઈનર એસેસરીઝ પણ તેના ફેન્સમાં ચર્ચાતી રહે છે. તેમજ હીના પણ પોતાના નવા નવા લૂક્સની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.