Hina Khan looks smoldering hot in her latest pics
  • Home
  • Featured
  • Photos: હીના ખાનનું આ ગ્લેમરસ ફોટોશૂટ સોશિયલ મીડિયામાં મચાવી રહ્યુ છે ધૂમ

Photos: હીના ખાનનું આ ગ્લેમરસ ફોટોશૂટ સોશિયલ મીડિયામાં મચાવી રહ્યુ છે ધૂમ

 | 4:50 pm IST

ટીવીની જાણીતી એકટ્રેસ હીના ખાન એકતા કપુરના શો કસૌટી જિદગી કીના કારણે ચર્ચામાં છે. તે આ શોમાંથી લાંબી બ્રેક લઈ રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર હીના ખાનનો એક ફોટો શૂટ વાયરલ થયો છે. આ ફોટોશૂટમાં હિના ખાન ગ્લૈમરસ અંદાજમાં નજરે ચડે છે. 

હીના ખાને મરૂણ કલરનો લહેંગો અને ક્રીમ કલરનો ટોપ પહેર્યો હતો. હીના ખાને પોતાના ફોટાઓ અવારનવાર સોશિયલ મીડિયામાં શેર કરે છે. હીના ખાને કસૌટી જિદગી કીમાં કૌમોલિકાનો દમદાર રોલ નિભાવ્યો હતો. ફિલ્મોમાં ખુબજ વ્યસ્ત હોવાના કારણે હાલ હીનાને આ રોલ છોડવો પડ્યો છે.

એક રિપોર્ટ અનુસાર હીનાએ ત્રણ પ્રોજેક્ટ સાઈન કર્યા છે. આમાંથી એક ઈન્ટરનેશનલ છે. હીનાએ જણાવ્યુ કે તે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જશે. હીના ખાનની ડેબ્યુ ફિલ્મ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવશે. આ ફિલ્મને હુસૈન ખાને ડિરેક્ટ કરી છે. તેનો આ ફિલ્મમાં દમદાર રોલ છે. તે આ ફિલ્મમાં એક આત્મનિર્ભર યુવતીનો શાનદાર રોલ કરી રહી છે. ફિલ્મની કહાની 1990માં કાશ્મીરની પૃષ્ઠભુમિ પર આધારિત છે.