Hina khan have a blast with priyanka chopra nick jonas see pics
  • Home
  • Featured
  • PHOTOS: કાન્સમાં પ્રિયંકા ચોપડા-નિક જોનસ સાથે હિના ખાને કરી પાર્ટી

PHOTOS: કાન્સમાં પ્રિયંકા ચોપડા-નિક જોનસ સાથે હિના ખાને કરી પાર્ટી

 | 3:42 pm IST

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019માં બોલીવુડ એકટ્રેસનો બોલ્ડ અને ગ્લેમરસ લુક હાલ ચર્ચામાં છે. પ્રિયંકા ચોપડા, કંગના રનૌત, દીપિકા પાદુકોણથી લઈને ટીવીની પ્રખ્યાત એકટ્રેસ હીના ખાને ફેશનથી પ્રશંસકોના દીલ જીતી લીધા છે. આ દરમિયાન હીના ખાને કાન્સ દરમિયાન પાર્ટીની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

તસવીરોમાં હીના ખાન, પ્રિયંકા ચોપડા અને નિક જોનસ ખુબજ એન્જોય કરતા જોવા મળી રહ્યા છે. આ પાર્ટીમાં હુમા કુરૈશી અને ડાયના પેંટી પણ જોવા મળી હતી. પાર્ટીમાં હીના ખાન ગ્લેમરસ લુકમાં જોવા મળી હતી. આ દરમિયાન હીના ખાને બ્લેક સુટ પહેર્યો હતો જેમાં તે આકર્ષક લાગી રહી હતી.

તો બીજી બાજુ નિકનો કુલ ડૈપર લુક સામે આવ્યો છે. નિક પાર્ટીમાં ગોલ્ડન જેકેટ સાથે બ્લેક શર્ટ અને બ્લેક પેન્ટ પહેરી ખુબજ સ્ટાઈલીશ લાગતો હતો. પ્રિયંકા ડિઝાઈનર Tommy Hilfigerની સ્ટનિંગ રેડ શિમરી ગાઉનમાં જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન