ટીવીની સંસ્કારી વહુએ ટ્રેડિશનલમાં એવી ધમાલ મચાવી, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ
અભિનેત્રી હિના ખાન આજકાલ સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ અને લોકપ્રિય છે, તેણે ટીવીની દુનિયાથી બોલિવૂડમાં એક અલગ ઓળખ બનાવી દીધી છે. હિના ખાનના વીડિયો અવારનવારફેન્સ સાથે શેર કરે છે. તાજેતરમાં જ હિના ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે.
આ વીડિયોમાં હિના ખાન શ્રીદેવીના સુપરહિટ ગીત ‘હવા હવાઈ’ પર કમાલનો ડાન્સ કરતી નજરે ચડે છે. વીડિયોમાં હિનાએ લાઈટ બ્લુ અને લાઇટ ગ્રીન કલરનો સૂટ અને શરારા પહેર્યુ છે. આ પરંપરાગત પોશાકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.
હિના ખાનનો આ વીડિયો 1 લાખ 13 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. અભિનેત્રીનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર પોતાનો પ્રતિસાદ પણ આપી રહ્યા છે. આ વીડિયો સિવાય હિના ખાનનો બીજો વીડિયો પણ વાયરલ થયો છે, આ વીડિયોમાં અભિનેત્રી કારમાં બેઠેલી જોવા મળી રહી છે. વીડિયોમાં હિના ખાન પોતાનો સ્વેગ બતાવતી નજરે પડે છે.
હિના ખાને ટીવીની દુનિયામાં ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’થી એક આગવી ઓળખ બનાવી હતી. આ પછી તે ‘ખતરો કે ખિલાડી’ અને ‘બિગ બોસ 13’ જેવા રિયાલિટી શોમાં જોવા મળી હતી. ટીવી જગતમાં સંસ્કારી વહુની ભૂમિકા નિભાવ્યા બાદ અભિનેત્રીએ ‘કસૌટી જિંદગી કી’માં કોમોલિકાની નેગેટિવ ભૂમિકા ભજવી હતી. હવે ટૂંક સમયમાં અભિનેત્રી ‘નાગિન 5’ માં મુખ્ય ભૂમિકા નિભાવતી જોવા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન