hina khan new photos gold awards 2019 in pink high slit gown
  • Home
  • Photo Gallery
  • ‘પ્રિયંકા-દીપિકા બાદની બોલિવૂડની સુંદરી’ હિના ખાનનાં PHOTOS પર ફેન્સ કરી રહ્યા છે કોમેન્ટો

‘પ્રિયંકા-દીપિકા બાદની બોલિવૂડની સુંદરી’ હિના ખાનનાં PHOTOS પર ફેન્સ કરી રહ્યા છે કોમેન્ટો

 | 5:11 pm IST

ગોલ્ડ એવોર્ડ 2019 શુક્રવારે રાત્રે એટલે કે 11 ઓક્ટોબરે મુંબઈમા આયોજિત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ સમારોહમાં ટીવીની દુનિયાની તમામ હસતીઓ શામેલ થઈ હતી. પરંતુ બધાની નજર મોસ્ટ ચાર્મિંગ અભિનેત્રી હિના ખાન પર ટકેલી હતી.

ગોલ્ડ એવોર્ડ સમારોહમાં હિના ખાન પિન્ક કલરનું વન ઓફ શોલ્ડર હાઈ સ્લિટ ગાઉન પહેરીને પહોંચી હતી. હિનાના ગાઉન પર સુંદર હૈંડવર્ક હતું. હિનાએ મેકઅપ પણ ડ્રેસ સાથે મેચ કરી રાખ્યો હતો. તે આ લૂકમાં એકદમ ગ્લેમર લાગી રહી હતી.

હિનાના આ ગ્લેમર લૂકને ફેન્સ ઘણો પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર હિના ખાનના આ નવા અવતારની ખુબ તારીફ કરવામાં આવી રહી છે. કોઈએ તો કહ્યું કે, પ્રિયંકા અને દીપિકા પછીની બોલિવૂડની આ સુંદરી છે. હિનાને ટીવી પર્સાનાલિટી ઓફ ધ યર, મોસ્ટ ફિટ એક્ટર અને બેસ્ટ એક્ટર ઈન નેગેટિગ રોલનાં એવોર્ડ માટે સન્માનિત કરવામાં આવી છે. તો આ તરફ હાલમાં જ હિના ખાન બિગ બોસમાં પણ ગેસ્ટ તરીકે આવી ચૂકી છે. શોમાં હિનાએ બધા સ્પર્ધકોની હિંમત વધારી હતી અને શોમાં આગળ વધવા માટે ટિપ્સ આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન