Hina Khan Shared Beautiful Full Photos In Black Dress
  • Home
  • Featured
  • Photos: હિના ખાને શેર કર્યો તેનો બ્લેક અવતાર, તસવીરો પરથી નહીં હટે નજર

Photos: હિના ખાને શેર કર્યો તેનો બ્લેક અવતાર, તસવીરો પરથી નહીં હટે નજર

 | 12:02 pm IST

પૉપ્યુલર ટીવી એક્ટ્રેસ અને એક્સ ‘બિગ બૉસ’ કંટેસ્ટેંટ હિના ખાન સતત ચર્ચામાં રહે છે. સ્ટાર પ્લસનાં જાણીતા શૉ ‘કસૌટી જિંદગી કે-2’માં ધમાકેદાર એન્ટ્રી કર્યા બાદ ‘કોમોલિકા’નો રૉલ નિભાવનારી હિના ખાન ગાયબ જ થઈ ગઈ છે, જેના કારણે આ શૉનાં ફેન્સ ઘણા જ ચિંતિત થઈ ગયા હતા. જો કે હિનાએ એકવાર ફરી ‘કોમોલિકા’નાં રૂપમાં પુનરાગમન કર્યું છે. હિના ખાને એકવાર ફરી બ્લેક કલરની સેક્સી ડ્રેસમાં પોતાની હૉટ ફૉટો શેર કરી છે જે ઝડપથી વાયરલ થઈ રહી છે. ફેન્સ હિનાનાં આ અવતારને ઘણો જ પસંદ કરી રહ્યા છે.

આ ઉપરાંત હિના ખાને તાજેતરમાં જ કેટલાક ફૉટો શેર કર્યા હતા. હિના ખાનનો આ હૉટ અંદાજ દર્શકોને ઘણો જ પસંદ આવી રહ્યો છે. હિના ખાન પોતાના બૉયફ્રેન્ડ રૉકી જયસ્વાલ સાથે અવાર-નવાર જોવા મળતી હોય છે અને તેની સાથેનાં ફૉટો પણ શેર કરતી હોય છે.

ઉલ્લેખનીય છે કે હિના ખાન 2009થી 2016 દરમિયાન ‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’માં અક્સરા સિંઘાનિયાનં રૉલમાં જોવા મળી હતી. હિના અત્યારે ‘કસૌટી જિંદગી કે’માં કોમોલિકાનું પાત્ર ભજવી રહી છે. આ ઉપરાંત તે રીયાલિટી શૉ ‘ખતરોં કે ખિલાડી-8’ અને ‘બિગ બૉસ-11’માં પણ જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન