NIFTY 9,964.40 -157.50  |  SENSEX 31,922.44 +-447.60  |  USD 64.7900 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • હિન્દાલ્કો રૂ.૬૮૦૦ કરોડની લોન સમય પહેલાં ચૂકવશે…!

હિન્દાલ્કો રૂ.૬૮૦૦ કરોડની લોન સમય પહેલાં ચૂકવશે…!

 | 2:04 am IST

મુંબઇ, તા.૨૦

આદિત્ય બિરલા ગ્રૂપની ફ્લેગશિપ કંપની હિન્દાલ્કોએ ચાલુ નાણાકીય વર્ષે લેન્ડર્સને રૂ.૬,૮૦૦ કરોડના દેવાની ચુકવણી સમય પૂર્વે કરવાનો નિર્ણય કર્યો છે. જે દેશમાં કોઇ પણ કંપની દ્વારા બેન્કોને સમય પહેલાં સૌથી મોટી લોનના રિ-પેમેન્ટનો કિસ્સો બનશે.

કંપનીએ તાજેતરમાં જ મોટા સંસ્થાકીય રોકાણકારો પાસેથી ઇક્વિટી કેપિટલ એકત્ર કરી છે. કંપની ચાલુ મહિને સમય પહેલાં રૂ.૪૫૦૦ કરોડની ચુકવણી કરશે. જેમાં સાત બેન્કોના કોર્ન્સોિશયમ પાસેથી લીધેલ રૂ.૧૦૦૦ કરોડની કોર્પોરેટ લોન અને મહાન પ્રોજેક્ટ માટે બે ડોમેસ્ટિક બેન્કો પાસેથી લીધેલ રૂ.૩૫૦૦ કરોડની લોનનો સમાવેશ થાય છે.

ત્યારબાદ હિન્દાલ્કો જુલાઇમાં પોતાના ઉત્કુલ પ્રોજેક્ટની લોનના રૂ.૨૩૦૦ કરોડની ચુકવણી કરવા યોજના ઘડી રહી છે. તેણે જાન્યુઆરીમાં પોતાના આદિત્ય પ્રોજેક્ટની લોનની રૂ.૧૨૬૦ કરોડની રકમનું સમય પહેલાં રિ-પેમેન્ટ કર્યું હતું.

આ તમામ રિ-પેમેન્ટની ગણતરી કરતાં હિન્દાલ્કોનો સમય પહેલાં લોનના પેમેન્ટનો આંકડો રૂ.૮૦૬૦ કરોડે પહોંચશે. જે કંપનીની રૂ.૨૭,૦૦૦ કરોડની લોંગ ટર્મ ડેટની લગભગ ૩૦ ટકા જેટલી રકમ છે. આજે હિન્દાલ્કોનો શેર રૂ.૧૮૮.૪ની ગગડીને સાધારણ સુધારામાં રૂ.૧૮૬.૪ના મથાળે બંધ રહ્યો હતો.

નોંધનીય છે કે, કંપનીએ તાજેતરમાં જ ક્વોલિફાઇડ ઇન્સ્ટિટયૂશનલ પ્લેસમેન્ટ મારફતે ૫૦ કરોડ ડોલરની રકમ એક્ત્ર કરી છે. એનાલિસ્ટોનું માનવું છે કે, લોનના રિ-પેમેન્ટથી કંપનીની બેલેન્સશીટ મજબૂત થશે. પાછલા વર્ષોમાં તાતા પાવર અને ઇન્ડિયન હોટેલ્સ સહિતની અન્ય કંપનીઓએ સમય પહેલાં લોનની ચુકવણી કરી છે.