હિન્દી મીડિયમની સિક્વલમાં ઇરફાન ખાન હશે  - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • હિન્દી મીડિયમની સિક્વલમાં ઇરફાન ખાન હશે 

હિન્દી મીડિયમની સિક્વલમાં ઇરફાન ખાન હશે 

 | 3:30 am IST

ફિલ્મ હિન્દી મીડિયમમાં અભિનેતા ઇરફાન ખાન સાથે અભિનેત્રી સબા કમર હતી અને બોક્સઓફિસ પર આ ફિલ્મે સારી કમાણી કરી હતી. ફિલ્મનો વિષય એકદમ રસપ્રદ હોવાથી તેમજ ઇરફાનના દમદાર અભિનયને પગલે ફિલ્મે સારો વકરો કર્યો હતો. ફિલ્મમેકરોએ હિન્દી મીડિયમની સિક્વલ બનાવવાની જાહેરાત કરી છે જેમાં ઇરફાન ખાનને ફરી એક વાર સાઇન કરાયો છે. ફિલ્મની સિક્વલનું શૂટિંગ ઓગસ્ટમાં શરૂ થશે તેમજ અગાઉના વિષયની જેમ જ ફિલ્મની સિક્વલ પણ શિક્ષણ આધારિત જ હશે. ફિલ્મનો બીજો ભાગ બનાવવા હું ઉત્સુક છું એમ દિગ્દર્શક સાકેત ચૌધરીએ જણાવ્યું હતું.