NIFTY 10,308.95 +5.80  |  SENSEX 33,250.93 +32.12  |  USD 64.9350 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • આવી હિંડોળાની મોસમ, કરો દર્શન શ્રી નારાયણ દેવ મંદિરમાં

આવી હિંડોળાની મોસમ, કરો દર્શન શ્રી નારાયણ દેવ મંદિરમાં

 | 11:29 pm IST

+
વૈષ્ણવ સંપ્રદાયમાં હીંડોળાનું ખુબ જ મહત્વ હોય છે. ભગવાનને વર્ષમાં એક વખત પારણે ઝુલાવવામાં આવે છે. અને તે પણ ચર્તુમાસ મહીના દરમિયાન. ખાસ કરીને દરેક મંદીરોમાં હીંડોળાનું ખુબ જ મહત્વ રહેલુ હોય છે. ત્યારે કાલુપુર વિસ્તારમાં આવેલુ શ્રીનારાયણ દેવ મંદીર જ્યાં એક સાથે ઘણાં બધા ભગવાન છે ત્યાં અદભૂત હીંડોળા તૈયાર કરવામાં આવ્યા હતા. દરરોજ જુદી જુદી જાતનાં હીંડોળા તૈયાર કરવામાં આવે છે જેમાં સોમવારે આ મંદીર ખાતે ચોકલેટના હીંડોળા ભગવાન માટે તૈયાર કરવામાં આવ્યા હતા…

જુદી જુદી જાતની ઘણી બધી ચોકલેટોને હીંડોળા પર સજાવીને તેને અદભૂત રીતે તૈયાર કરવામાં આવ્યા હતા.  અવનવી ચોકલેટ ભગવાનને ધરાવવામાંતો આવે જ છે પણ આ તો ભગવાનને બીરાજમાન કરવાના હીંડોળા ચોકલેટથી સજાવવામાં આવ્યા હતા. ખુબ જ એક અદભુત દ્રશ્ય કહી શકાય તેવું લાગતું હતું. ભગવાનના તેજ થકી તેઓ ખુબ જ સુંદર લાગતા હતા. જાણે ભગવાન નાના બાળક બની ગયા હોય અને તેમની ચારે તરફ ચોકલેટ ચોકલેટ કરીને તેમને રીઝવવામાં આવતા હોય તેવુ લાગી રહ્યું હતું. જેના દર્શન કરવા માટે પણ ઘણાં ભક્તોની ભીડ ઉમટી હતી.