અફઘાનિસ્તાનમાં આત્મઘાતી વિસ્ફોટ, 12 શીખ સહિત 19 હિન્દુઓના મોત - Sandesh
  • Home
  • World
  • અફઘાનિસ્તાનમાં આત્મઘાતી વિસ્ફોટ, 12 શીખ સહિત 19 હિન્દુઓના મોત

અફઘાનિસ્તાનમાં આત્મઘાતી વિસ્ફોટ, 12 શીખ સહિત 19 હિન્દુઓના મોત

 | 8:24 am IST

અફઘાનિસ્તાનના પુર્વી ભાગના શહેરમાં એક આત્મઘાતી વિસ્ફોટ થયો હતો. જેમાં 19 નિર્દોષ લોકોના મોત થયા હતા, જેમાં ઘણા શીખ અને હિન્દુઓનો સમાવેશ થાય છે. આ ઘટનામાં 20થી વધુ લોકો ઘાયલ થવાના અહેવાલ મળી રહ્યા છે. મૃતકોમાં સૌથી વધુ ભારતીય હતા. આવી હિંસાત્મક ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધા છે. આ આત્મઘાતી વિસ્ફોટ એક એવા બજારમાં થયો હતો જ્યાં અફઘાનીઓ હિંદુ સ્ટોલ લગાડે છે.

ગર્વનરના પ્રવક્તા અતુલ્લાહ ખોગયાનીએ જણાવ્યું હતું કે, આ હુમલો પ્રાંતના ગવર્નરથી 100 મીટરના અંતરે આવેલા એક બજારમાં થયો હતો, જ્યાં રાષ્ટ્રપતિ અશરફ ગની બેઠક કરી રહ્યા હતી. ઘટનાને પગલે ચારે બાજુ શોકનો માહોલ ફેલાયેલો છે.

વિસ્ફોટના થોડા સમય પહેલા જ અફઘાનિસ્તાના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ શહેરમાં એક હોસ્પિટલનું ઉદ્દઘાટન કર્યું હતું. નાનગરહર પોલીસ પ્રમુખે કહ્યું કે આત્મઘાતી હુમળાવરે રાષ્ટ્રપતિને મળવા જઈ રહ્યાં લોકોના વાહનોને નિશાન બનાવ્યા હતા. શહેરમાં રાષ્ટ્રપતિના આગમનને લઈ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો હતો. ચૂસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ઓછી માત્રામાં જાનહાનિ થઈ હતી. હજૂ સુધી કોઈ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી નથી લીધી.