Hindu Teacher Beaten By Mob In Ghotki Sindh, Pakistan
  • Home
  • Featured
  • પાકિસ્તાન લઘુમતીઓ માટે નર્ક – ભીડે હિંદુ શિક્ષકને માર્યા, મંદિરમાં કરી તોડફોડ

પાકિસ્તાન લઘુમતીઓ માટે નર્ક – ભીડે હિંદુ શિક્ષકને માર્યા, મંદિરમાં કરી તોડફોડ

 | 7:40 pm IST

પાકિસ્તાનમાં લઘુમતીઓ સાથે કેવો વ્યવહાર થાય છે તેની વધુ એક તાજી તસવીર સામે આવી છે. પાકિસ્તાનનાં સિંધ પ્રાંતનાં ઘોટકી વિસ્તારમાં કટ્ટરપંથીઓએ મંદિરમાં તોડફોડ કરી. આ વિવાદ સ્થાનિક હાઈસ્કૂલનાં એક હિંદુ શિક્ષક પર ઇશ નિંદાનાં ખોટા આરોપોથી શરૂ થઈ. શિક્ષક પર એક વિદ્યાર્થીએ આરોપ લગાવ્યો હતો. આના સમાચાર જ્યારે કટ્ટરપંથીઓને મળ્યા તો તેમણે સ્કૂલ અને મંદિર પર હુમલો કર્યો અને તોડફોડ કરી.

માનવઅધિકારો પર સુફિયાણી વાતો કરતા પાકિસ્તાનમાં બદતર છે હાલત

ચોંકાવનારી વાત એ છે કે આ ઘટના બની ત્યારે પોલીસ પણ ત્યાં હાજર હતી અને તે ફક્ત તમાશો જોઇ રહી હતી. આ ઘટના બાદ ઘોટકીમાં સન્નાટો પ્રસરી ગયો છે અને હિંદુ સમુદાયનાં લોકો ડરેલા છે. આ બધુ એ જ પાકિસ્તાનમાં થયું છે જ્યાંનાં પ્રધાનમંત્રી આતંકવાદીઓ અને પથ્થરબાજો પર એક્શનનો મુદ્દો યૂએનમાં ઉઠાવવાની ધમકી આપે છે. પાકિસ્તાનમાં સતત લઘુમતીઓ પર હુમલાનાં સમાચાર આવી રહ્યા છે.

શીખ છોકરીનું બળજબરીથી કરવામાં આવ્યું ધર્માંતરણ

તાજેતરમાં જ એક શીખ છોકરીનું જબરદસ્તીથી ધર્માંતરણ કરાવવામાં આવ્યું અને લગ્ન કરાવી દેવામાં આવ્યા. તો ઇમરાન ખાનની જ પાર્ટીનાં એક નેતા પાકિસ્તાનમાં લઘુમતીઓની ખરાબ સ્થિતિ અને જીવનું જોખમ હોવાથી ભારત આવ્યા છે. પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં માનવઅધિકારોનાં ઉલ્લંઘનની વાત કરે છે, ત્યારે તેના ઘરમાં જ માનવઅધિકારોનાં ચિથરા ઊડી રહ્યા છે. હિંદૂ, શીખ અને ખ્રિસ્તી ધર્મનાં લોકોને પાકિસ્તાનમાં અત્યંત દયનીય સ્થિતિમાં જીવવું પડી રહ્યું છે.

આ વિડીયો પણ જુઓ: ગાંધીજીની જન્મભૂમિ કાદવ કીચડ અને ખાડા બંદર બની ગયું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન