Hinduism therefore holds importance, banana plant
  • Home
  • Astrology
  • હિન્દુ ધર્મમાં કેમ હોય છે કેળાના પાનનું મહત્વ, જાણો આ છે કારણ

હિન્દુ ધર્મમાં કેમ હોય છે કેળાના પાનનું મહત્વ, જાણો આ છે કારણ

 | 3:34 pm IST

હિન્દુ ધર્મમાં લોકો માટે તુલસીની જેમ કેળાના પાનનું પણ મહત્વ હોય છે. માનવામાં આવે છે કે આ છોડમાં ભગવાન વિષ્ણુ વસવાટ કરે છે. આ છોડ નારાયણને ખૂબ પ્રિય છે. જો કોઇ મનુષ્ય પૂર્ણ વિધિ-વિધાન કે સાચા મનની સાથે આ છોડની પૂજા કરે છે. તો નિશ્ચિત જ ભગવાન વિષ્ણુ તેનાથી પ્રસન્ન થાય છે અને તેની દરેક સમસ્યા મિનિટોમાં સમાપ્ત થઇ જાય છે. આજે અમે તમને કેટલીક એવી વાતો જણાવીશું કે કેવી રીતે કેળાના છોડની પૂજા કરીને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત કરી શકીશું.

કેળાના છોડનો સંબંધ બૃહસ્પતિ ગૃહથી માનવામાં આવે છે. બૃહસ્પતિને મજબૂત કરવા માટે કેળાની મૂળને પીળા દોરામાં બાંધીને ધારણ કરવા બેસ્ટ માનવામાં આવે છે. શુભ કાર્યોમાં કેળાના છોડનો મંડપ અને તોરણ બનાવવામાં આવે છે. તે સિવાય હવન અને પૂજનમાં પણ કેળાનો ઉપયોગ કરવમાં આવે છે. શાસ્ત્રોમાં તુલસીના છોડ બાદ કેળાના છોડને શુભ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં કેળાના પાનને પવિત્ર માનવામાં આવે છે.

કેળાના છોડનો લાભ

ઘરમાં આ છોડ ઉગાડવાથી ધનની કમી થતી નથી. આ છોડ લગાવવાથી ઘરમાં બાળકો સુખી રહે છે. દાંપત્ય જીવનની દરેક સમસ્યાઓ કાયમ માટે દૂર થાય છે.

કેળાના છોડની પૂજન વિધિ

બૃહસ્પતિવારે સ્નાન કરીને પીળા કપડા ધારણ કરો અને છોડને જળ અર્પિત કરો. 9 વખત છોડની પરિક્રમા કરો. ગોળ અને ચણાનો ભોગ લગાવો. તેમજ બૃહસ્પતિના મંત્રોનો જાપ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન