Hindujas share second spot with Reuben brothers in UK Rich List
  • Home
  • Featured
  • બ્રિટનના સૌથી ધનિકોની યાદીમાં ભારતીય મૂળના બિઝનેસમેનનો વાગ્યો ડંકો

બ્રિટનના સૌથી ધનિકોની યાદીમાં ભારતીય મૂળના બિઝનેસમેનનો વાગ્યો ડંકો

 | 8:38 am IST

હિન્દુજા પરિવાર અને રિયૂબેન બંધુ ભારતીય મૂળના આ બંને બિઝિનેસ પરિવાર બ્રિટનના સૌથી ધનિક વ્યક્તિ છે. બંને પરિવારોની સંપત્તિ 16-16 અબજ પાઉન્ડ છે. તો બ્રિટની બિઝનેસમેન જેમ્સ ડાયસન 16.2 અબજ પાઉન્ડની સાથે નંબર વન પર છે.

ધ સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટ-2020ના મતે હિન્દુજા ગ્રૂપની કંપનીઓ ચલાવનાર શ્રીચંદ હિન્દુજા અને ગોપીચંદ હિન્દુજાની સંપત્તિમાંથી 6 અબજ પાઉન્ડ ઓછા થયા છે. ગયા વર્ષની યાદીમાં પહેલાં નંબર પર હતા.

મુંબઇમાં જન્મેલા ડેવિડ અને સિમોન રિયૂબેનની સંપત્તિમાં છેલ્લાં એક વર્ષમાં 2.66 અબજ પાઉન્ડ ઘટાડો નોંધાયો છે. પરંતુ તેઓ 2019ની જેમ બીજા નંબર પર યથાવત રહ્યા. સંપત્તિમાં મોટો ઘટાડો આવવાનું કારણ કોરોના વાયરસ સંકટ મનાય છે. હિન્દુજા ગ્રૂપના ભારતીય શેરબજારોમાં લિસ્ટેડ કંપનીઓના મૂલ્યમાં ઘટાડો થયો છે. માર્ચ મહિનામાં કમ સે કમ 67 ટકા શેરમાં ઘટાડો નોંધાયો છે. એપ્રિલમાં શેરોમાં થોડોક સુધારો જોવા મળ્યો. છેલ્લાં એક વર્ષમાં અશોક લીલેન્ડની શેર કિંમત બજારમાં લગભગ અડધી થઇ ગઇ. તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલના ભાવમાં ઘટાડો નોંધાતા તેમના તેલ અને લુબ્રિકેંટ વેપાર ગલ્ફને પણ ઝાટકો લાગ્યો છે.

દુનિયાભરમાં લોકડાઉનના લીધે કંપનીના દરિયાઇ ટ્રાન્સપોર્ટ બિઝનેસ પર અસર પડી છે. તો ડાયસનની કંપની માટે વર્ષ શ્રેષ્ઠ રહ્યું. ચીનમાં તેની પ્રોડક્ટની માંગ વધી છે. અન્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં થયેલા વેચાણે ડાયસનની સંપત્તિમાં 3.6 અબજ પાઉન્ડનો વધારો થયો છે. રિયૂબેન બંધુ પ્રીમિયર લીગમાં સામેલ ફૂટબોલ કલબ ન્યૂકેસલ યુનાઇટેડમાં 10 ટકા હિસ્સો લેવા માટે તૈયાર છે જે તેના માટે ખૂબ મોટું રોકાણ હશે. ભારતીય મૂળના અન્ય બ્રિટિશ ઉદ્યોગપતિઓમાં વેદાંતા ગ્રૂપના અનિલ અગ્રવાલ 8.5 અબજ પાઉન્ડની સંપત્તિ સાથે યાદીમાં 15મા અને આર્સેલર મિત્તલ ગ્રૂપના લક્ષ્મી નિવાસ મિત્તલ 6.78 અબજ પાઉન્ડની સાથે 19મા નંબર પર છે.

આ વીડિયો પણ જુઓ : ગુજરાતમાં 2 ઝોન મુજબ વહેંચણી કરાશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન