hindustani bhau troll for commenting over mahira sharma lips
  • Home
  • Entertainment
  • Bollywood
  • આ શખ્સે માહિરાના હોઠ પર કરી ગંદી કોમેન્ટ, તો અભિનેત્રીની માતાએ મોં પર જ ચોપડાવી દીધું..!!

આ શખ્સે માહિરાના હોઠ પર કરી ગંદી કોમેન્ટ, તો અભિનેત્રીની માતાએ મોં પર જ ચોપડાવી દીધું..!!

 | 12:52 pm IST

બિગ બૉસનો એક પ્રોમો વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં હિદુસ્તાની ભાઉ રિપોર્ટર બનીને દર્શકો સાથે વાત કરી રહ્યા હતા. ભાઉ માહિરાને મોટા હોઠવાળી ગરોળી કહીને બોલાવે છે અને કહે છે કે, હવે તને પાઠ ભણાવવાનો છે. સાથે-સાથે હિંદુસ્તાની ભાઉ માહિરા શર્માને ચિડકી નંબર 1નું પણ ટેગ આપે છે.

હિન્દુસ્તાની ભાઉના આ નિવેદન બાદ માહિરા શર્માની માતા હિંદુસ્તાની ભાઉ પર ભડકી. પ્રોમો વીડિયોમાં જોવા મળે છે કે પારસ અને માહિરા જેલમાં બંધ છે. હિંદુસ્તાની ભાઉની મોટા હોઠવાળી કમેન્ટને સાંભળી માહિરા પારસ પર પણ ગુસ્સો કાઢે છે.

માહિરા શર્માની માતાએ એક પોર્ટલને કહ્યું, ખાસ કરીને જ્યારે તમે નેશનલ ટીવી પર હોવ ત્યારે તમારી ભાષાની મર્યાદા પર ધ્યાન રાખવું જોઇએ. તેમણે મારી દીકરીને ગરોળી કહી છે અને તેના હોઠની સાઇઝ પર પણ કમેન્ટ કરી છે, જેથી તેનો વીડિયો વાયરલ થઈ જાય.

આગળ વાત કરી કે, આ વાતથી મને ખૂબજ ગુસ્સો આવ્યો છે, જ્યારે મને ખબર પડી હતી કે બિગ બૉસ હાઉસનમાં હિંદુસ્તાની ભાઉએ એન્ટ્રી કરી અને મારી દીકરીને પોતાની નાની બહેન ગણાવી. હવે હું તેમને પૂછવા માગુ છું કે, આખરે કોઇ ભાઇ તેની નાની બહેનનો આટલા મોટા પ્લેટફોર્મ પર મજાક કેવી રીતે ઉડાવી શકે?

આ વીડિયો પણ જુઓ: અમેરિકાના ડેનમાર્કમાં બે ગુજરાતીની કરાઈ હત્યાના CCTV ફૂટેજ આવ્યા સામે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન