• Home
  • Newspaper
  • હિંદુવિરોધી વાતાવરણ : વ્હાઇટ હાઉસ સામે ભારતીયો દ્વારા વિરોધપ્રદર્શન

હિંદુવિરોધી વાતાવરણ : વ્હાઇટ હાઉસ સામે ભારતીયો દ્વારા વિરોધપ્રદર્શન

 | 2:03 am IST

વોશિંગ્ટન :

અમેરિકામાં હેટ ક્રાઇમ્સ વિરુધ્ધ ભારતીય મૂળના અમેરિકનોએ વ્હાઇટ હાઉસની સામે જાગૃત્તિ રેલી યોજી હતી. રેલીમાં ભાગ લેનારાઓએ કહ્યું હતું કે, અમેરિકામાં અમારા સમાજના લોકો ઔઇસ્લામ અને વિદેશીઓના ભયનો શિકાર બની રહ્યા છે. હાલનો રાજકિય માહોલ એવો છે કે હિન્દુઓ સહિત તમામ સમાજના લોકોને નિશાન બનાવાઇ રહ્યા છે.સમાજના સભ્યોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આ મુદ્દે હસ્તક્ષેપ કરવાની માંગણી કરી છે.

સમાચાર સંસ્થાના જણાવ્યા પ્રમાણે વ્હાઇટ હાઉસની સામે રેલી રવિવારે કાઢી હતી. આમાં સામેલ ર્વિજનિયાની એક કોર્પોરેટ વકિલ વિંધ્યા અડાપાએ જણાવ્યું હતું કે, ઇસ્લામના ભયથી હાલમાં અમેરિકામાં હિન્દુઓને નિશાન બનાવ્યા છે. એ કારણથી અમારા સમાજ ઉપર મોટી અસર પડી છે. વોશિંગ્ટન વિસ્તારમાં હેટ ક્રાઇમ્સ વિરુધ્ધ પ્રદર્શન કરનારા કેટલાય ભારતીય મૂળના અમેરિકનોમાંથી એક અડાપા છે. અડાપાના એક મિત્ર ભારતીય મૂળના અમેરિકન ડોક્ટર એસ.શેષાદ્રીએ જણાવ્યું હતું કે કંસાસમાં હાલમાં જ એક આઇટી વ્યવસાયિકની ગોળઈ મારીને હત્યા કરાઇ હતી. તેને ભુલથી એક આરબ અને એક મુસ્લિમ સમજી લેવાયો હતો. મને લાગે છે કે આજે રાજકિય માહોલ અવો છે કે હિન્દુ અમેરિકીઓ સહિત તમામ સમાજના લોકોને નિશાન બનાવાઇ રહ્યા છે.

અડાપાએ જણાવ્યું હતું કે અમે અહીં હેટ ક્રાઇમ્સની વિરુધ્ધ, ખાસ કરીને ભારતીય મૂળના લોકો સામે થઇ રહેલા હેઇટ ક્રાઇમ્સની વિરુધ્ધ જાગૃત્તિ વધારવા માટે આ રેલી યોજી છે. આ ટ્રમ્પ વહીવટની વિરુધ્ધ વિરોધ પ્રદર્શન નથી.

ભારતીય ઇજનેરનો જીવ બચાવનારાઔઇયાન ગ્રિલેટનું સન્માન કરાશે

કેન્સાસ : ગયા મહિને અમેરિકાના કેન્સાસ શહેરમાં સ્થિત એક બારમાં મામૂલી ચર્ચાથી અકળાયેલા એક અમેરિકી ગોરાએ બે ભારતીય ઇજનેરો ઉપર ગોળી ચલાવી હતી. એ વળતે એક ઇજનેરને પોતાની જાનની પરવા કર્યા વિના બચાવી લેનારા અમેરિકી ઇયાન ગ્રિલેટનું સન્માન કરાશે.

કેન્સાસ ખાતે એક અમેરિકી ગોરાએ ભારતીય મૂળના બે ઇજનેરો ઉપર ગોળી ચલાવી હતી. એ ગોળીબારમાં શ્રીનિવાસ કુચિભોતલાનું મોત થયું હતું.