Hiral Patel Case: Brother Cancel Engagement For Last Rites Of Sister
  • Home
  • Featured
  • હિરલ પટેલ કેસઃ બહેનનું મોત થતાં હચમચી ઉઠ્યો ભાઈ, સગાઈ પડતી મૂકી અંતિમવિધિ માટે કેનેડા પહોંચ્યા

હિરલ પટેલ કેસઃ બહેનનું મોત થતાં હચમચી ઉઠ્યો ભાઈ, સગાઈ પડતી મૂકી અંતિમવિધિ માટે કેનેડા પહોંચ્યા

 | 9:47 am IST

પામોલ ગામની હિરલના માતા પિતા અને કાકા સહિતનાં પરિવારે હિરલના મોત મામલે હત્યા હોવાની આશંકા વ્યક્ત કરીને તેના પૂર્વ પતિ સામે આ સંદર્ભે ગુનો નોંધી તપાસ કરવા માટેની માગણી કરી હતી. તેના માટે તેઓ બોરસદ પોલીસ સ્ટેશન પણ ગયા હતા. જો કે દેશ બહારનો ગુનો હોવાથી પોલીસ મદદ કરી શકે તેમ ન હોવાથી તેમણે આ બાબતે સાંસદ મિતેષ પટેલ સમક્ષ રજૂઆત કરી હતી. જેના બાદ તેમને ન્યાય મળશે તે માટે જરૂર પડ્યે વિદેશ મંત્રાલય દ્વારા તમામ પ્રકારની મદદ કરવાની સાંસદે ખાતરી આપી હતી.

દરમિયાન ટોરન્ટો પોલીસે તપાસ હાથ ધરતાં તેણીનો પતિ રાકેશ પટેલ પણ ગુમ થઈ ગયો છે જેને લઈને પોલીસ દ્વારા તેને વોન્ટેડ જાહેર કરાયો છે. બીજી તરફ સોખડા ખાતે યોજાયેલાં સ્વામિનારાયણ મંદિરમાં સામૈયામાં ભાગ લેવા માટે આવેલાં વિનય પટેલને પોતાની બહેન હિરલની હત્યાની જાણ થતાં જ તુરંત જ ટોરન્ટો રવાના થઈ ગયા હતા. તેઓએ ત્યાં પહોંચીને બહેનના મૃતદેહની માગણી કરી હતી. જે પોલીસ દ્વારા આપવામાં આવ્યા બાદ શનિવારે અંતિમવિધિ કરવામાં આવશે. વિનય પચેલની 17મી તારીખે જ સગાઈ નક્કી કરવામાં આવી હતી.

જો કે બહેનના અકાળે થયેલાં મોતના સમાચાર જાણીને ભાઈ તુરંત જ કેનેડા પહોંચી ગયો હતો. કેનેડા પોલીસ દ્વારા હિરલની હત્યા કેવી રીતે થઈ તેની સ્પષ્ટતા કરવાની ના પાડી દીધી છે. જો કે તેઓએ હિરલના પૂર્વ પતિ રાકેશ પટેલને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ હાથ ધરી છે. તેના પકડાયા બાદ સમગ્ર હત્યાકાંડ પરથી પડદો ઉંચકાશે.

આ વીડિયો પણ જુઓઃ દારૂબંધી પર સરકારનો શાનદાર જવાબ સાંભળો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન