NIFTY 10,234.45 +3.60  |  SENSEX 32,609.16 +-24.48  |  USD 65.0200 +0.28
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ઐતહાસિક વણઝારી વાવમાં ખડકાયા છે ગંદકીના થર

ઐતહાસિક વણઝારી વાવમાં ખડકાયા છે ગંદકીના થર

 | 7:16 pm IST

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આવેલી ઐતિહાસિક વણજારી વાવ જાળવણીના અભાવે ગંદકીથી ખદબદી રહી છે.

મોડાસા શહેરમાં 1 ઐતહાસિક વણઝારી વાવ આવેલી છે આ વાવ લાખા વણઝારા એ 15 મી સદીમાં બનાવેલી આ વાવ ને પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત પણ કરાયેલ છે લાખા વણઝારા એ બનાવેલી આ વાવમાં નાથ સંપ્રદાયના શિલાલેખ આલેખવામાં આવ્યા છે સાથે સાથે વિષ્ણુ શેષનાગ હનુમાનજી સહીતના દેવી દેવતાઓના પણ સુંદર પ્રતીક કોતરવામાં આવ્યા છે. આમ આ વણઝારી વાવનું ઐતિહાસિકની સાથે ધાર્મિક મહત્વ પણ છે આવા રક્ષિત સ્મારકોની જાળવણી કરવાની જવાબદારી પુરાતત્વ વિભાગની છે પણ હાલ જાળવણીના અભાવે વાવમાં પુષ્કળ ગંદકીના થર જમ્યા છે આસપાસના લોકો દ્વારા વાવમાં દારૂની ખાલી બોટલો પ્લાસ્ટિક સહીતનો અન્ય કચરો ઠાલવવામાં આવે છે જેથી વાવ દુષિત થયેલી છે. ગંદકીને લઇ ધાર્મિક લાગણી પણ દુભાય છે વાવની આસપાસ લોકો લધુ શંકા જવા આવે છે ત્યારે આવી ઐતિહાસિક વણજારી વાવમાંથી ગંદકી દૂર થાય અને તેની જાળવણી થાય તેમ પ્રજાજનો ઈચ્છી રહ્યા છે.

Dirty Vanzari vav

સ્થાનિક દિપક બારોટનું કહેવું છે કે સૌથી મોટી સમસ્યા એ છે કે અરવલ્લી જિલ્લામાં રક્ષીત સ્મારકો ખુબ છે પરંતુ તેની મરામત કે જાળવણી માટે પુરાતત્વ વિભાગની કચેરી નથી. રક્ષીત સ્મારકો વિષે રજૂઆત કરવા ક્યાં જવું તે એક પ્રશ્ન છે.

હાલ મોડાસા નગરપાલિકા દ્વારા આ પુરાતન વણઝારી વાવની જાળવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે તે મુજબ આગામી દિવસોમાં વણઝારીવાવમાંથી ગંદકી દૂર કરી સ્મારકની જાળવણી કરવામાં આવશે તેમ નગરપાલિકાના ટાઉન પ્લાનર દેવાંગ સોનીએ જણાવ્યું હતું.

આજના સમયમાં ઇતિહાસને જીવંત રાખતી વિરાસતો જાળવણીના અભાવે નષ્ટ થવાના આરે છે ત્યારે શહેરની શોભા વધારનાર અને આવનારી પેઢીને ઐતિહાસિક મહત્વનો ખ્યાલ અપાવે અને પર્યટક સ્થળ તરીકે આવા પુરાતન સ્થળોની જાળવણી થાય તે જરૂરી છે.