NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ઈતિહાસ કહે છે, જેની જેની પાસે પણ કોહીનૂર હીરો ગયો, તે બધા બરબાદ થયા

ઈતિહાસ કહે છે, જેની જેની પાસે પણ કોહીનૂર હીરો ગયો, તે બધા બરબાદ થયા

 | 3:54 pm IST

કોહીનૂરનો અર્થ એટલે રોશનીનો પહાડ. એવી માન્યતા છે કે, કોહીનૂર હીરો અભિશપ્ત છે. તે જે પણ રાજવંશ પાસે ગયો, તેનો વિનાશ થયો છે. આ વાતની સાબિતી પણ ઈતિહાસમાં છે. આ હીરાએ અનેક રાજપરિવારોને બરબાદ કરી દીધા છે. અનેક સામ્રાજ્યોઓ આ હીરો પોતાની પાસે રાખ્યો, તો તેઓ મોતના મોંમાં ગયા છે. જેની પાસે રહ્યો તેનો અંત બહુ જ ખરાબ રહ્યો.

ઈતિહાસ કહે છે કે, 14મી શતાબ્દીની શરૂઆતમાં આ હીરો કાકટીય વંશ પાસે હતો. તેના બાદ તેમના ખરાબ દિવસો શરૂ થઈ ગયા હતા. 1323માં તુગલક શાહ પ્રથમની સામે હાર્યા બાદ કાકટીય વંશ સમાપ્ત થઈ ગયો. તુગલક વંશ પણ બહુ લાંબો સમય ટકી શક્યો નહિ. આ હીરો તુગલક પાસેથી મુઘલો પાસે પહોંચ્યો. 16મી સદીમાં શાહજહાંએ આ કોહીનૂર હીરાને પોતાના સિંહાસનમાં જડાવ્યો હતો. 1739માં ફારતી શાસક નાદીર શાહ ભારત આવ્યો અને તેણે મુઘલ સલ્તનત પર કબ્જો કરી લીધો. તે કોહીનૂરને ફારસ લઈ ગયો. 1747માં નાદિર શાહની હત્યા થઈ ગઈ અને કોહીનૂર હીરો અફઘાનિસ્તાના શહેનશાહ અહમદ શાહ દુર્રાની પાસે પહોંચ્યો. 1813માં અફઘાનિસ્તાનથી તે લાહોરના રાજા રણજીતસિંહ પાસે આવ્યો હતો. જ્યારે રણજીત સિંહ મરણપથારીએ પડ્યા હતા ત્યારે તેમણે કોહીનૂરને ઓડિશના એક હિન્દુ મંદિરને આપવાની વાત પોતાની વીલમાં લખી, પરંતુ તેમના મોતના બાદ બ્રિટની શાસકોએ વસીયતનો અમલ ન કર્યો અને હીરો પોતાને હસ્તગત કર્યો. જોકે, બ્રિટનના રાજ પરિવારના હાલના હાલત પણ છુપાય તેવા નથી. અકાલ મોત, હત્યા અને બદનામીના અનેક કિસ્સાઓ સહન કરવાના બાદ પણ આ હીરો હાલ બ્રિટિશ શાસન પાસે છે.

કોહીનૂર 1849માં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયાના હાથમાં પહોંચ્યો અને 1850માં બ્રિટનની મહારાણી વિક્ટોરિયાની પાસે પહોંચ્યો. અંગ્રેજ કાળમાં કોહીનૂરને 1 મહિનો 8 દિવસ સુધી જહોરીઓએ તપાસ્યો અને પછી વિક્ટોરિયાએ પોતાના તાજમાં તેને જડાવ્યો હતો. હકીકતમાં, મહારણી વિક્ટોરિયાને પણ કોહીનૂરના શાપિત હોવાની વાત કહેવાઈ હતી. ત્યારે મહારાણીએ એ હીરાને પોતાના તાજમા જડાવીને 1852માં પોતે જ પહેરતી હતી. તથા વસીયતમાં લખ્યું હતું કે, આ તાજને સદૈવ મહિલાઓ જ પહેરશે. જો કોઈ પુરુષ બ્રિટનનો રાજા બને છે, તો તેના બદલે તેની પત્ની આ તાજ પહેરશે.

કોહીનૂર હીરાની ખાસિયત
105 કેરેટનો કોહીનૂર અંદાજે 150 વર્ષથી વધુ સમયથી બ્રિટિશ તાજનો હિસ્સો રહ્યો છે. માનવામાં આવે છે કે, તે આંધ્રપ્રદેશના ગોલકુંડાની એક ખાણમાંથી નીકળ્યો હતો. શરૂઆતમાં કોહીનૂર હીરો પૂરા 720 કેરેટનો હતો. વર્ષો સુધી તે ખિલજી વંશના ખજાનામાં રહ્યો હતો. તેના બાદ તે મુઘલ શાસક બાબર પાસે પહોંચ્યો હતો. શાહજહાના મયુર સિંહાસનમાથી થઈને આ હીરો મહારાજા રણજીત સિંહ સુધી પહોંચ્યો હતો. આ હીરો અત્યાર સુધી ક્યારેય વેચાયો નથી. તે એક રાજા પાસેથી બીજા રાજા પાસે જીત દ્વારા અથવા તો ઈનામના માધ્યમથી ગયો છે. તેથી ક્યારેય તેની કિંમત લાગી શકી નથી.

બ્રિટિશર્સે હીરો કેવી રીતે લીધો?
કહેવાય છે કે, આ હીરો 1848માં બ્રિટન-શીખ યુદ્ધ બાદ બ્રિટનના હાથમાં એ સમયે આવ્યો જ્યારે સગીર દલીપ સિંહે તેને બ્રિટની શાસકોને સોંપી દીધો હતો. ત્યારથી કોહીનૂર બ્રિટનના તાજનો હિસ્સો રહ્યો છે. બ્રિટનનો દાવો છે કે, સગીર દલીપ સિંહે કોહિનૂર કાયદાકીય આધાર પર તેમને આપ્યો હતો. પરંતુ ભારતીય ઈતિહાસકારોનું કહેવુ છે આવું કંઈ થયુ ન હતું. દલિપ સિંહને કોહીનૂર આપવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો.