NIFTY 10,451.80 -0.70  |  SENSEX 33,731.19 +45.63  |  USD 64.6750 +0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • મેકઅપનો ઇતિહાસ છે અધધધ..વર્ષ જૂનો, જાણીને તમે પણ બોલી ઉઠશો OMG

મેકઅપનો ઇતિહાસ છે અધધધ..વર્ષ જૂનો, જાણીને તમે પણ બોલી ઉઠશો OMG

 | 12:12 pm IST

એક સમય હતો જ્યારે ભારતીય મહિલાઓને મેકઅપ કરવામાં ભારે મુશ્કેલી થતી, કારણ હતું દંભી સમાજનો વિરોધ. આજે સમય બદલાયો છે અને મહિલાઓ સ્વંતત્ર રીતે મેકઅપ કરી શકે છે, પણ શું આ મેકઅપ હમણા જ પ્રચલિત થયો કે વર્ષો જૂનો છે. તો આ મેકઅપના ઇતિહાસ પર કરી લો એક નજર….

ઈ.સ. પૂર્વે 4000
ઇજિપ્તની સંસ્કૃતિ ઘણી પ્રાચીન હોવાથી અહીંથી જ મેકઅપની શરૃઆત થઈ હોવાનું મનાય છે, મહિલાઓ સ્કિનને સુંદર અને સ્વસ્થ રાખવા માટે લેપનો ઉપયોગ કરતી હતી. પાપણોને સુંદર રાખવા માટે ડાર્ક ગ્રીન કલરનો ઉપયોગ થતો. આ જ સમયગાળામાં ઊપલી પાંપણો પર કાજળ લગાવવાનું શરૃ થયું.

ઈ.સ. પૂર્વે 1000
આ સમયગાળામાં વાળની સુંદરતા માટે મહેંદીનો ઉપયોગ કરવાનું શરૃ થયું. પર્શિયન મહિલાઓએ સૌ પ્રથમ મહેંદીનો ઉપયોગ વાળ સુંદર રાખવા માટે કર્યો હતો.

પહેલી સદી
આજે જે લિપસ્ટિકમાં ફેરિક ઓક્સાઇડ નામના લાલ પાઉડરનો ઉપયોગ કરવામાં આવે છે તેની શરૃઆત પહેલી સદીમાં રોમમાં થઈ હતી. રોમન પ્રજાએ કાજળ, આ ફેરિક ઓક્સાઇડ પાઉડર અને ચોકને મિક્સ કરી સ્કીન પર લગાવાતો.

છઠ્ઠી સદી
આ સમયગાળામાં સ્પેનિશ મહિલાઓમાં પીળા રંગના મેકઅપનો ઉપયોગ કરવામાં આવતો, તેઓ ચેહરા પર પીળા રંગના પદાર્શો લગાવતી. ખાસ કરીને પ્રોસ્ટિટયૂટ્સમાં આ વધુ પ્રચલિત હતું.

ઈ.સ. 1600
ચહેરા પર લગાવવામાં આવતો ફેસપાઉડર ઈ.સ. ૧૬૦૦થી પ્રચલિત છે. આ પાઉડરને તે સમયે જે ધનવાન મહિલાઓ હોય તે ઉપયોગ કરતી, જોકે જાણીને નવાઇ લાગશે કે આ પાઉડરમાં ઝેરી તત્વ આર્સેનિક તે સમયે વધુ હોવાથી કેટલાક પતિ કે પત્નીને ચૂમવાને કારણે આ પાઉડરની લપેટમાં આવતાં તેમનું નિધન પણ થયું હતું.

ઈ.સ. 1700
આ સમયગાળામાં લિપ્સ્ટિક, આઇબ્રો અને હેરડાઇ વધુ પ્રખ્યાત થયાં. મોટાભાગના કોસ્મેટિક પદાર્થ હર્બલ અન્ય પ્લાન્ટ્સમાંથી તૈયાર કરવામાં આવતા. કેટલાક સીસા અને પારાનો ઉપયોગ કરતા, જેને પગલે અતિ ગંભીર પરિણામો આવ્યાં, કેટલીક મહિલાઓની ચામડી બગડી ગઇ, વાળ ખરવા લાગ્યા અને પેટની સમસ્યા થઈ, જેને પગલે બીમારી ઘર કરી ગઈ અને કેટલીક મહિલાઓ મોતને ભેટી.

ઈ.સ. 1800
આઇબ્રોને સુંદર બનાવવાનું આ સમયગાળામાં વધુ પ્રચલિત થયું. રાઇસપાઉડરનો ઉપયોગ ચેહરાની સુંદરતા માટે થયો. આ સમયગાળામાં ગાલને સુંદર બનાવવા રબરેડ જ્યૂસનો ઉપયોગ કરવામાં આવતો.

ઈ.સ. 1820
રોમેલે પ્રથમ વખત નોનટોક્સિક મસ્કારાની શોધ કરી

ઈ.સ. 1910
મિરર સાથે મેકઅપ પાઉડર બોક્સની શોધ થઈ

ઈ.સ. 1914
મેક્સ ફેક્ટર દ્વારા મૂવી સ્ટાર્સને મેકએપનું વેચાણ શરૃ થયું, વોગ મેગેઝિને કવરપેજ પર ર્તુિકશ મહિલાના મેકઅપને સ્થાન આપ્યું.

ઈ.સ. 1920
મેક્સ ફેક્ટર કંપનીએ લિપ ગ્લોસની શોધ કરી, આઇલેશ કલરની શોધ થઈ.

ઈ.સ. 1950
આઉટલાઇન કેટ આઇસ દેખાડવા માટે આઇબ્રોને નવો ઓપ અપાયો.

ઈ.સ. 1970
આઇ શેડો અને લાઇન્ડ આઇસ ચલણમાં રહ્યાં.

ઈ.સ. 1990
અનેક પ્રકારની કોસ્મેટિક વસ્તુની શોધ થઈ.

ઈ.સ. 2002
બોટોક્સ ઇન્જેક્શન બહુ પ્રખ્યાત થયાં.