ઇતિહાસનું પુનરાવર્તન : એલિસે ક્રિસ્ટી સ્પીડ સ્કેટિંગમાં મેડલ ચૂકી - Sandesh
  • Home
  • Newspaper
  • ઇતિહાસનું પુનરાવર્તન : એલિસે ક્રિસ્ટી સ્પીડ સ્કેટિંગમાં મેડલ ચૂકી

ઇતિહાસનું પુનરાવર્તન : એલિસે ક્રિસ્ટી સ્પીડ સ્કેટિંગમાં મેડલ ચૂકી

 | 5:03 am IST

પ્યોંગચાંગ, તા. ૧૩

બ્રિટનની એલિસે ક્રિસ્ટીને ૫૦૦ મીટર શોર્ટ ટ્રેક સ્પીડ સ્કેટિંગની ફાઇનલમાં ફરી નિરાશા હાથ લાગતાં મેડલ જીતવાનું ચૂકી ગઈ હતી. ૨૦૧૪માં યોજાયેલી સોચી વિન્ટર ઓલિમ્પિકમાં ત્રણ વખત ડિસ્ક્વોલિફાઈ થઈ હતી. આ વખતે પ્યોંગચાંગ ઓપનની ફાઇનલમાં પહોંચી હતી અને તેની પાસે મેડલની આશા હતી પરંતુ ફાઇનલ રાઉન્ડમાં પોતાનું બેલેન્સ ગુમાવી બેસતાં બેરિયર સાથે ટકરાઈ ગઈ હતી અને આ સાથે મેડલ જીતવાની આશા પર પણ પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. નિરાશાજનક રીતે બહાર થયેલી ક્રિસ્ટી ત્યારબાદ પોતાની આંખમાં આંસુ રોકી શકી નહોતી. ક્રિસ્ટી ફાઇનલમાં પહોંચનારી પાંચ ખેલાડીઓ પૈકી ચોથા સ્થાને રહી હતી જ્યારે સાઉથ કોરિયાની મિનજોંગ ચોઈને ડિસ્ક્વોલિફાઈ કરાઈ હતી. આ ઇવેન્ટમાં એરિઆના ફોન્ટાનાએ ગોલ્ડ, નેધરલેન્ડ્સની યારા વાન કેરખોફે સિલ્વર અને કેનેડાની કિમ બોઉટિને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

જાપાની સ્પીડ સ્કેર કેઈ સેઇતો ડોપિંગમાં ફસાયો 

જાપાનના શોર્ટ ટ્રેક સ્પીડ સ્કેટર કેઈ સેઇતો પ્રતિબંધિત દવાઓના સેવનનો દોષિત સાબિત થયો છે જે પ્યોંગચાંગ ઓલિમ્પિકમાં ડોપિંગનો પ્રથમ મામલો છે. ૨૧ વર્ષીય સેઇતો પ્રતિસ્પર્ધા પહેલાં ડોપ ટેસ્ટમાં નિષ્ફળ ગયો હતો. ડોપિંગ વિરોધી એજન્સી દ્વારા નિવેદનમાં જાણકારી આપી હતી. સેઇતોએ પ્રતિબંધિત ડાયૂરેટિક એસેટાલોઝામાઇડનું સેવન કર્યું હતું. સીએએએ નિવેદનમાં કહ્યું કે, સેઇતો જાતે સ્પોર્ટ્સ વિલેજમાંથી બહાર જતો રહ્યો છે અને પૂરી તપાસ સુધી ઓલિમ્પિકમાંથી બહાર રહેશે. તે જાપાનની ૩,૦૦૦ મીટર રીલે ટીમમાં સામેલ હતો અને ૨૦૧૩ અને ૨૦૧૪ વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં ત્રીજા સ્થાને રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વિન્ટર ઓલિમ્પિકમાં ડોપિંગમાં દોષિત થવાનો આ પ્રથમ મામલો સામે આવ્યો છે.

કંર્લિંગમાં રશિયન દંપતીએ બ્રોન્ઝ જીત્યો  

રશિયાના એલેક્ઝાન્ડર ક્રુૃલન્ત્કી અને એનાસ્તાસિયા બ્રિજગાલોવાની પતિ-પત્નીની જોડીએ કંર્લિંગ મિક્સ ડબલ્સ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી ઓલિમ્પિકમાં પોતાનો પ્રથમ મેડલ જીત્યો હતો. રશિયન એથ્લીટ ઓલિમ્પિક એથ્લીટ્સ ફ્રોમ રશિયા તરીકે ભાગ લઈ રહ્યા છે. રશિયાના આ દંપતીએ નોર્વેના ક્રિસ્ટિન સ્કેસલિન અને મેગ્નસ નેડ્રોગોટનની જોડીને ૮-૪થી હરાવી બ્રોન્ઝ જીત્યો હતો. બ્રિજગાલોવાએ આ જીત બાદ કહ્યું કે, અમારા પરિવાર માટે આ ઘણું મહત્ત્વપૂર્ણ છે. અમે આજે જ અહીં આવ્યા અને મેડલ જીત્યો હતો.