વલસાડ : બોલેરોના ચાલકે પૂરઝડપે આવી 3-4 બાઈકને અડફેટે લીધી - Sandesh
NIFTY 11,003.10 -15.80  |  SENSEX 36,658.71 +117.08  |  USD 68.5500 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • વલસાડ : બોલેરોના ચાલકે પૂરઝડપે આવી 3-4 બાઈકને અડફેટે લીધી

વલસાડ : બોલેરોના ચાલકે પૂરઝડપે આવી 3-4 બાઈકને અડફેટે લીધી

 | 6:13 pm IST

વલસાડમા ગઈકાલે જબરદસ્ત હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેના સીસીટીવી ફૂટેજ સામે આવતા વાહનચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે. એક બોલેરોના ચાલકે રસ્તા પાસે ઉભા રહેલા વાહનોને અડફેટે લીધા હતા. આ વાહનો રસ્તાની એકબાજુ ઉભા હતા, ત્યારે બોલેરો અચાનક ત્યા ધસી આવી હતી અને તેણે 3થી 4 વાહનોને અડફેટે લીધા હતા. જેને પગલે 2 વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી છે. વલસાડ સિટી પોલીસે બોલેરોના ડ્રાઈવરની ધરપકડ કરી હતી. આ ઘટના વલસાડમાં ભર બજારમાં બની હતી, જેને પગલે માર્કેટમાં દોડધામ મચી ગઈ હતી. અકસ્માતોનો વિવિધ ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થતા હોવા છતાં લોકો બેરોકટોક વાહનોને હંકારે છે, જેને પગલે અન્ય લોકોના જીવ જોખમમાં મૂકાયા છે.