બહુચર્ચિત હિતેશ રબારી સ્યુસાઈડ કેસમાં જ્યોતિ સોલંકીએ કર્યુ સરેન્ડર - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • બહુચર્ચિત હિતેશ રબારી સ્યુસાઈડ કેસમાં જ્યોતિ સોલંકીએ કર્યુ સરેન્ડર

બહુચર્ચિત હિતેશ રબારી સ્યુસાઈડ કેસમાં જ્યોતિ સોલંકીએ કર્યુ સરેન્ડર

 | 11:09 am IST

સુરતનો બહુચર્ચિત હિતેશ રબારી આપઘાત કેસમાં આરોપી આરોપી જ્યોતિ સોલંકીએ પોલીસ સામે સરેન્ડર કર્યુ છે. જ્યોતિ સોલંકીએ ગણદેવી પોલીસ મથકે સરેન્ડર કરતા આ કેસમાં ગૂંચવાયેલા અનેક કોયડાઓ ઉકેલાશે તેવું કહેવાઈ રહ્યુ છે. આરોપી જ્યોતિ સોલંકીને કોર્ટમાં રજૂ કરાશે. જ્યોતિ સોલંકી વિરુદ્ધ હિતેશ રબારીના આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે.

સુરતના યુવા બિલ્ડર ધનાઢ્ય પરિવારના હિતેશ રબારીએ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામે અંબિકા નદીના તટે આવેલા તેના વીર સ્ટડ ફાર્મ પર આત્મહત્યા કરી હતી. તેણે પોતાની પિસ્તોલમાંથી કપાળમાં ગોળી ધરબી દીધી હતી. અઢળક સંપત્તિ ધરાવતા હિતેશને કોઈ જાતની તકલીફ ન હતી, તેમ છતાં આત્મહત્યા કરવાનુ શું કારણ હોઈ શકે તે અંગે ભારે રહસ્યો સર્જાયા હતા. જેમાં પોલીસ તપાસમાં જ્યોતિ સોલંકી નામની યુવતીનું નામ ખૂલ્યું હતું.

આ કેસમાં હિતેશ રબારીને એક પરિણીતા જ્યોતિ સોલંકી બ્લેક મેઇલ કરતી હોવાનું અને ફ્લેટ તેમજ મોટી રકમની માગણી કરતી હોવાનું ખૂલ્યું હતું. છ મહિનાના અંતે આખરે જ્યોતિ સામે ગણદેવી પોલીસ મથકમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો હતો. જેમાં તેને પોલીસ સમક્ષ હાજર રહેવા નોટિસ ફટકારવામાં આવી છે.